સુરેન્દ્રનગરના સોલડી ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું : 10 ઘવાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી.બે જૂથો લાકડી, પાઈપ, દંડા અને…

સુરેન્દ્રનગર જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી.બે જૂથો લાકડી, પાઈપ, દંડા અને અન્ય હથિયારો વડે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ જૂથ અથડામણના કારણે 10થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જૂથ અથડામણમાં કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને તેમાં આગ ચાંપી હતી. તો બીજી તરફ આ જૂથ અથડામણમાં ઘાયલ તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર યુવાન પર પોસ્કોની ફરિયાદનું મનદુ:ખ રાખી બે જૂથો સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટનાબાદ અથડામણ ક્ષેત્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *