થોડા સમય પહેલા થયેલી નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપના વિજય થયા છે ત્યારે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની પરણી કરવામાં આવી હતી જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબેન ભુપતભાઈ ગજેરા, ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન જીગ્નેશભાઈ વ્યાસ અને કારોબારી ચેરમેન તરીકે મિતલબેન મયુરભાઈ સુવાની નિમણૂંક ભાજપ મોવડી મંડળ દ્વારા કરવામાં આવી.
ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે વરાયેલા વર્ષાબેન ગજેરા શહેર તેમજ જિલ્લા ભાજપમાં પણ મહિલા મોરચાના પ્રમુખ તાજેતરમાં જ રહી ચૂક્યા છે. તેમની કામગીરીને ધ્યાને લઈને ભાજપ મોવડી મંડળ દ્વારા તેમના પર વિશ્વાસ મૂકી તેમના શિરે તાજ પહેરાવવામાં આવ્યો હતો જ્યારે જીજ્ઞાબેન વ્યાસ છેલ્લી ત્રણ ટર્મથી ભાજપમાંથી ચૂંટાઈ રહ્યા છે. તેઓ તથા તેમના પતિ જીગ્નેશભાઈ વ્યાસ (મહાદેવ) નિસ્વાર્થ સેવા, ગરીબોને સહાય તેમજ મદદરૂૂપ થનાર અને બિન રાજકીય, કોઈ ખોટા કાવા દાવા કે પાડી નાખવાની વૃત્તિ થી દૂર રહેનાર અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા, તેમના વિસ્તારમાં ખૂબ જ લોક ચાહના વાળું વ્યક્તિત્વ ધરાવતા તેમના શિરે ઉપપ્રમુખનો તાજ મુકાયો છે જ્યારે મિતલબેન સુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવાના પત્ની થાય છે.ચૂંટાયેલા તમામ હોદ્દેદારોને ભાજપ સંગઠન અને કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા તેમજ શહેરના વિકાસને અગ્રતા આપવા પણ લોકો દ્વારા અપેક્ષા સેવાઈ રહી છે.