ડાયાભાઇ પિલિયાતર ચેરમેન અને કેશુભા પરમારને વા.ચેરમેન બનાવાયા
બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતરની વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરાઈ છે. ભાજપે મેન્ડેટ આપી ચેરમેન, વાઈસ ચેરમેનની વરણી કરી. બનાસબેંકના ચેરમેન સવસિંહ ચૌધરી અને વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ હતી.
આજે બનાસબેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જે માટે ભાજપ પ્રદેશ ઉપ-પ્રમુખ કૌશલ્ય કુંવરબાએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેંકના ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા. પાલનપુરના ચડોતરના કમલમ ખાતે ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા. અઢી વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેડ આપી ચેરમેન બનાવ્યા હતા. ચેરમેન અણદા પટેલે બેન્કના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થતાં તેમને ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું. ભાજપે ફરીથી સવસી પટેલને મેન્ટેડ આપી ચેરમેન બનાવ્યા હતા. સવસિંહ ચૌધરીની પ્રથમ ટર્મની મુદત પૂર્ણ થતાં આજે ચૂંટણી યોજાઈ હતી.