મનપાના સિટી ઇજનેરની ભરતીનો માર્ગ મોકળો એડિશનલ સહિતની 6 જગ્યા માટે અરજી મગાવાઇ

મનપામાં છેલ્લા ઘણા સમયથી સિટી ઇજનેરની જગ્યાઓ ખાલી હોય ઝોનના કામોમાં મુશ્કેલી પડી રહી છે અને સિટી ઇજનેરની ભરતી કરવા માટે અનેક વખત રજૂઆતો પણ…

મનપામાં છેલ્લા ઘણા સમયથી સિટી ઇજનેરની જગ્યાઓ ખાલી હોય ઝોનના કામોમાં મુશ્કેલી પડી રહી છે અને સિટી ઇજનેરની ભરતી કરવા માટે અનેક વખત રજૂઆતો પણ થઇ છે. જેથી હવે મનપાએ સિટી ઇજનેર-2, એડી.સિટી ઇજનેર-2, એડી.સિટી ઇજનેર મીકેનીકલ-1 અને કાર્યપાલક ઇજનેર-1 સહિત 6 ઇજનેરોની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોને અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તા.16/7થી તા. 30/7 સુધીમાં મનપાની વેબસાઇટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર ઓનલાઇન અરજી કરી શકાશે.

એડીશનલ સીટી એન્જીનીયરની લાયકાત: ચાર્ટડ સીવીલ અથવા ચાર્ટડ એન્જી. અથવા માન્ય યુનિવર્સીટીના બી.ઈ.સીવીલ અને બાર વર્ષનો અનુભવ તે પૈકી ઓછામાં ઓછો સાત વર્ષની મ્યુનિ.સેવાને લગત કામગીરીના અનુભવીને પ્રથમ પસંદગી ગણાશે.

એડીશનલ સીટી એન્જીનીયરનું પગારધોરણ અને વયમર્યાદા: સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-11, રૂૂ. 67700-2087000/-, વયમર્યાદા : 21 થી 45 વર્ષ સીટી એન્જીનીયર (સ્પેશીયલ)ની લાયકાત: ચાર્ટડ સીવીલ અથવા ચાર્ટડ એન્જી. અથવા માન્ય યુનિવર્સીટીના બી.ઈ.સીવીલ અને બાર વર્ષનો અનુભવ તે પૈકી ઓછામાં ઓછો સાત વર્ષની મ્યુનિ.સેવાને લગત કામગીરીના અનુભવીને પ્રથમ પસંદગી ગણાશે. સીટી એન્જીનીયર (સ્પેશીયલ)નું પગારધોરણ અને વયમર્યાદા: સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-11, રૂૂ. 67700-208700/-, વયમર્યાદા : 21 થી 45 વર્ષ એડીશનલ સીટી એન્જીનીયર (મીકે./ઈલે.)ની લાયકાત: ચાર્ટર્ડ મીકેનીકલ/ઇલેક્ટ્રીકલ એન્જી. અથવા ચાર્ટર્ડ એન્જી. અથવા માન્ય યુનિ. ના બી.ઈ.મીકેનીકલ/ઇલેક્ટ્રીકલ તથા 7(સાત) વર્ષનો મીકેનીકલ/ઇલેક્ટ્રીકલ એન્જી.નો અનુભવ એડીશનલ સીટી એન્જીનીયર (મીકે./ઈલે.)નું પગારધોરણ અને વયમર્યાદા: સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિકસ લેવલ-11, રૂૂ. 67700-208700/-, વયમર્યાદા : 21 થી 45 વર્ષ કાર્યપાલક ઈજનેરની લાયકાત ફર્સ્ટ ક્લાસ ચાર્ટર્ડ સીવીલ-એન્જી. અથવા માન્ય યુનિવર્સીટીનાં ફર્સ્ટ ક્લાસ બી.ઈ.સીવીલ અને ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જી. કક્ષાની એન્જીનીયરીંગ કક્ષાની એન્જીનીયરીંગ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ અથવા આસી.- એન્જીનીયર કે સમકક્ષ જગ્યાનો સાત વર્ષનો અનુભવ. વિશેષ લાયકાત :- ફોરેનની એન્જીનીયરીંગની ડીગ્રી અથવા ઈલેક્ટ્રીકલ અને મીકેનીકલ એન્જીનીયરીંગનું જ્ઞાન અને અનુભવ વધારાની લાયકાત ગણાશે. કાર્યપાલક ઈજનેરનું પગારધોરણ અને વયમર્યાદા: સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-11, રૂૂ. 67700-208700/-, વયમર્યાદા : 21 થી 45 વર્ષ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *