વિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યું

કોહલીએ તેની વિસ્ફોટક સદી વડે ભારતને 6 વિકેટે જીત અપાવી અને પાકિસ્તાનને હરાવ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં ન માત્ર 14000 રન પૂરા કર્યા, પરંતુ તે…

કોહલીએ તેની વિસ્ફોટક સદી વડે ભારતને 6 વિકેટે જીત અપાવી અને પાકિસ્તાનને હરાવ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં ન માત્ર 14000 રન પૂરા કર્યા, પરંતુ તે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો. આ ખાસ અવસર પર પત્ની અનુષ્કાએ પતિ વિરાટ કોહલીના વખાણ કરતી એક પોસ્ટ પોસ્ટ કરી હતી. અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા વિરાટ કોહલીની જીત પર પ્રેમ વરસાવ્યો હતો. તેણે વિરાટનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જે ટીવી પરથી લેવામાં આવ્યો હતો. આ સાથે અભિનેત્રીએ હાથ જોડનારી અને રેડ હાર્ટ ઇમોજી મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *