રાજકોટમાં કોંગ્રેસ અને છાત્ર સંગઠનો દ્વારા સરકાર વિરોધી પ્રદર્શન

નીટના પેપર લીક થવાના મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં આંદોલન કરી રહેલ યુવાનો ઉપર પોલીસ લાઠીચાર્જ અને બર્બરતાના વિરોધમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ કોંગ્રેસ, આમ…

નીટના પેપર લીક થવાના મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં આંદોલન કરી રહેલ યુવાનો ઉપર પોલીસ લાઠીચાર્જ અને બર્બરતાના વિરોધમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય સંગઠનો દ્વારા દેખાવો યોજવામાં આવી રહ્યા છે. રાજકોટમાં પણ ગઇકાલે કોંગ્રેસ તેમજ અન્ય સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસે વિરોધ દબાવી દેવા માટે બંન્ને સ્થળે બળજબરી કરી પ્રદર્શન કારીઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ચોક તેમજ અન્ય છાત્રો દ્વારા બહુમાળી ચોક ખાતે સરકાર વિરોધી પ્રદર્શન યોજી શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે યુવાનો દેશનું ભવિષ્ય છે. પોતાના હક્ક અને ન્યાય માટે અવાજ ઉઠાવવો દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. પરંતુ ભાજપ સરકાર લોકશાહીનું ગળું ઘોંટીને યુવાનોના અવાજને લાઠીના જોરે દબાવવાનો પ્રયાસ કરી રહી છે, જે અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય છે. આ વિરોધ પ્રદર્શનમાં ડો.રાજદીપસિંહ જાડેજા સહિત મહેશ રાજપુત, જસવંતસિંહ ભટ્ટી, અતુલ રાજાણી, ડી.પી મકવાણા, વશરામભાઇ સાગઠીયા, નરેન્દ્ર સોલંકી, મકબૂલભાઇ દઉંદાની, ઈબ્રાહિમ ભાઈ સોરા, અર્જુન ભાઈ ચોહાણ,દીપ્તિ બેન સોલંકી રસીલાબેન ગરૈયા, મનીષાબેન રોજાસરા, આદિત્યસિહ ગોહિલ, વૈશાલી શીંદે, રવિ જીતીયા,મુકુંદ ટાંક, હરપાલસિંહ જાડેજા જયદીપ મિયાત્રા, હીરલ રાઠોડ, પ્રફુલા બા ચોહાણ, નયના બા જાડેજા, વરુણ જાની, સોહિલ ઝરીયા, અક્ષાંશ ગોસ્વામી, રાજુ ચાવડા, જીતુભાઈ રાઠોડ, મયુર શાહ, ભાવેશ વાઘેલા, કુણાલ ચોહાણ, રાહુલ સોલંકી, સલીમ કારિયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *