6 લેન બાયપાસ સામે વધુ એક વિઘ્ન, સરધાર બાદ રફાળાના ખેડુતોનો વિરોધ

રાજકોટ જિલ્લાના રફાળા ગામની સીમમાં નિર્માણ પામી રહેલા 6-લેન ગ્રીનફીલ્ડ બાયપાસ નેશનલ હાઇવે-27 (ગોંડલ-હિરાસર ગ્રીનફીલ્ડ રોડ) માટે મોટા પાયે ખેતીની જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ…

રાજકોટ જિલ્લાના રફાળા ગામની સીમમાં નિર્માણ પામી રહેલા 6-લેન ગ્રીનફીલ્ડ બાયપાસ નેશનલ હાઇવે-27 (ગોંડલ-હિરાસર ગ્રીનફીલ્ડ રોડ) માટે મોટા પાયે ખેતીની જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જમીન સંપાદનની આ પ્રક્રિયાને કારણે અગાઉ સરધાર બાદ હવે રફાળા ગ્રામ પંચાયત અને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ મામલે રફાળા ગ્રામ પંચાયતના સરપંચ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ અધિક કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ પોતાની ગંભીર માંગણીઓ અને વાંધાઓ રજૂ કર્યા છે. જે જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, તેમાં મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતોની જમીનનો સમાવેશ થાય છે.

આ ખેડૂતો અને તેમના પરિવારની આજીવિકાનું મુખ્ય અને એકમાત્ર સાધન ખેતી જ છે. જો ખેડૂતોની જમીન આ રીતે સંપાદિત કરી લેવામાં આવશે, તો અનેક પરિવારો આર્થિક રીતે સંપૂર્ણ પાયમાલ થઈ જશે અને તેમના જીવનનિર્વાહ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થશે. ગામના સરપંચ અને સ્થાનિક ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, ગામના ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે ખેડૂતોના જીવનનિર્વાહ, હકો અને ભવિષ્યને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓની છે. ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને જમીન સંપાદનની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે અનુસરવામાં આવે તે અત્યંત જરૂૂરી છે.રફાળા ગામના ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *