આર્થિક ભીસ વધુ એક જિંદગી ભરખી ગઇ: ધોરાજીના સુપેડીના યુવકનો આપઘાત

મકાન બનાવ્યા બાદ દેણું વધી જતા યુવાને ઝેર પી જીવન ટૂંકાવી લીધું આર્થિક ભીસનાં કારણે અનેક લોકો જીંદગીનો અંત આણી રહયા હોવાની ઘટનાઓ છાશવારે સામેે…

મકાન બનાવ્યા બાદ દેણું વધી જતા યુવાને ઝેર પી જીવન ટૂંકાવી લીધું

આર્થિક ભીસનાં કારણે અનેક લોકો જીંદગીનો અંત આણી રહયા હોવાની ઘટનાઓ છાશવારે સામેે આવી રહી છે ત્યારે વધુ એક બનાવમા ધોરાજીનાં સુપેડી ગામે રહેતા યુવાને મકાન બનાવ્યા બાદ દેણુ વધી ગયુ હતુ જેથી આર્થીક ભીસથી કંટાળી યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ધોરાજીનાં સુપેડી ગામે ખેત મજુરી અર્થે આવેલા કાળુભાઇ તોલસિંગ શિંગાળા નામનો 40 વર્ષનો યુવાન હસમુખભાઇ લાડાણીની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો . જયા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન મુળ મધ્ય પ્રદેશનો વતની હતો અને ચાર ભાઇમા મોટો હતો તેને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી છે. યુવાને મકાન બનાવ્યા બાદ દેણુ વધી જતા આર્થીક ભીસથી કંટાળી આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે આ અંગે ધોરાજી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *