બિહારમાં વધુ એક વેપારીની હત્યા: દુકાન સામે જ ગોળીઓ વરસાવી

રાજધાની પટનામાં ફરી એકવાર ગુનેગારોએ લોહિયાળ ગુનો કર્યો છે. આ મામલો પટનાના રામકૃષ્ણ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ આશુચકનો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ગુનેગારોએ…

રાજધાની પટનામાં ફરી એકવાર ગુનેગારોએ લોહિયાળ ગુનો કર્યો છે. આ મામલો પટનાના રામકૃષ્ણ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ આશુચકનો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ગુનેગારોએ એક દુકાનદારની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ ત્રિષ્ણા મીની માર્ટના માલિક વિક્રમ કુમાર ઝા તરીકે થઈ છે.
વિક્રમ ઝા દરભંગાના લહેરિયાસરાયનો રહેવાસી હતો. તે તેની પત્ની અને બાળક સાથે પટનાના રામકૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને પોતાનું ગુજરાન ચલાવવા માટે કરિયાણાની દુકાન ચલાવતો હતો. ઘટના બાદ આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ છે. પોલીસે તપાસ શરૂૂ કરી છે. પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *