ફરી એકવાર દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી શુક્રવારે સવારે ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ટીમને ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. અગાઉ પણ દિલ્હીની અલગ-અલગ શાળાઓને આવા જ ધમકીભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મેલમાં આપવામાં આવેલી માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.
અત્યાર સુધીમાં છ ખાનગી શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. દક્ષિણ દિલ્હી પબ્લિક સ્કૂલ ડિફેન્સ કોલોની, દિલ્હી પોલીસ પબ્લિક સ્કૂલ સફદરજંગ, વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલ રોહિણી, ભટનાગર ઇન્ટરનેશનલ સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલ અને ડીપીએસ અમર કોલોની સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. ડીપીએસ શાળામાં તમામ વાલીઓને રજાનો સંદેશ મોકલવામાં આવ્યો છે. આ વખતે પણ બોમ્બની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે.
