મમતાને વધુ એક ઝટકો, 12થી વધુ સાંસદો ભાજપમાં જોડાવાની વકી

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક સંકટ વધુ વણસી રહ્યું હોય તેવું લાગે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભામાં…

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક સંકટ વધુ વણસી રહ્યું હોય તેવું લાગે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભામાં તૃણમૂલના ઘણા સાંસદો ભાજપ સાથે સંપર્કમાં છે, અને તેમાંથી એક નોંધપાત્ર જૂથ પાર્ટી છોડી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં 29 તૃણમૂલના લગભગ 12 સાંસદોએ ભાજપમાં જોડાવાની અથવા ટેકો આપવાની યોજના બનાવી છે. પાંચથી છ અન્ય સાંસદો સાથે પણ ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે 20 સાંસદોનું સમર્થન જરૂૂરી છે.

એવી અફવા છે કે આમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના નજીકના ગણાતા કેટલાક સાંસદોનો સમાવેશ થાય છે. આ ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભાજપ પાસે હાલમાં લોકસભામાં 240 સાંસદો છે અને સરકાર સાથી પક્ષોના ટેકાથી ચાલી રહી છે. જો મોટી સંખ્યામાં તૃણમૂલ સાંસદો ભાજપમાં જોડાશે, તો પક્ષની તાકાત વધુ વધશે અને સાથી પક્ષો પર તેની નિર્ભરતા ઓછી થશે. લોકસભા ચૂંટણી પછી, ભાજપ રાજ્યસભામાં તૃણમૂલ સાંસદો પર પણ નજર રાખી રહ્યું છે. ઈંઙઅઈ ની ભૂમિકા અને સંગઠનાત્મક શૈલી અંગે તૃણમૂલ કોંગ્રેસમાં અસંતોષની પણ ચર્ચા છે. જો કે, આ દાવાઓની હજુ સુધી બંને પક્ષો દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *