અઠવાડિયામાં બે શખ્સને પાસા
મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમની પાસા અટકાયત કરી આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા સુરત લાજપોર જેલ હવાલે કરાયો છે.મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા ઉ.વ.26 રહે.
રવાપર ધુનડારોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં.303 વાળા વિરૂૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને સુરત લાજપોર જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.
