આજે ત્રીજા દિવસે મહિલાઓનો રાસ લઇ ડમરુ વગાડી વિરોધ. ત્રણ દિવસના વિરોધ બાદ પણ સરકારે મચક આપી ન હતી
બગસરામાં આંગણવાડીની બહેનોએ સી ડી પી ઓને આવેદન આપ્યા બાદ આજે ત્રીજા દિવસે પણ મહિલાઓએ ડમરુ વગાડી રાસ ગરબા લઇ વિરોધ વ્યક્ત કર્યો હતો.. હું તો ભાઈને કાગળિયા લખી લખી થાકી ભાઈ કાંઈ જવાબ દેતા નથી તેવા ગરબા ગાઈ વિરોધ વ્યક્ત કર્યો હતો ત્રણ દીવસ માટે માશ સિવિલ પર ઉતરીને વિરોધ વ્યકત કરેલ હતો આજે વિરોધ કર્યા ને ત્રીજો દિવસે પણ વિરોધ યથાવત રાખ્યો હતો.ત્યાર બાદ તમામ મહિલાઓ ધરણા પણ કરવામાં આવ્યા હતા. અને સુત્રોચાર કરી હમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા હતા. ગૂજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર ફેસિલિયેટરએ પોતાની માંગણી રજૂ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ માટે કોય પણ પ્રકારની બેઠક યોજેલ નથી જેને લયને આજે ત્રીજા દિવસે પણ બગસરા પંથકની આંગણવાડી મહિલાઓએ વિરોધ વ્યકત કર્યો હતો.
સરકાર આમોને જે મોબાઈલ આપવામાં આવેલ છે ફિક્સ પગાર માંથી કાયમી પગાર ધોરણ આપવું અને સરકાર દ્વારા આંગણવાડીને છેલ્લા ત્રણ માસથી બિલો ચૂકવેલ નથી તે બિલો ચૂકવવા અને આવી મહિલાઓ કે જે આંગણવાડી ખાતે ફરજ બજાવી રહેલા છે તો આ તમામ માગણીઓને સુખદ અંત આપો તેવી માંગણી સાથે મહિલાઓ દ્વારા હમ સબ એક હે હમારી માંગણી પુરી કરો તેવા નારા સાથે આવેદન આપવામાં આવ્યું હતું. અને જો અમારી માંગણી પુરી નહિ કરવામાં આવે તો અમારા યુનિયન દ્વારા હવે પછી જે મિટિંગમાં નિર્ણય કરવામાં આવશે તે મુજબ આંદોલન કરવામાં આવશે અમો આ આંદોલનને વધુ જલદ રૂૂપ આપીશું તેવી ચીમકી ભાવનાબેન ભટ્ટી જિલ્લા આંગણવાડી પ્રમુખએ આપવામાં આવી હતી.
