પોષક તત્વો યુક્ત 203 પાકની જાતો વિકસાવી ભારતના 67 ટકા બાળકોમાં લોહીની કમી દૂર કરાશે

ભારતમાં પોષણની તંગી અને છુપાયેલા ભૂખમરાની સમસ્યા વચ્ચે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)એ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશમાં 67.1% બાળકો (6થી 59 મહિનાની વય) અને…

ભારતમાં પોષણની તંગી અને છુપાયેલા ભૂખમરાની સમસ્યા વચ્ચે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)એ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશમાં 67.1% બાળકો (6થી 59 મહિનાની વય) અને 57%થી વધુ મહિલાઓ એનિમિયાથી પીડાતી હોવાના આંકડા વચ્ચે આઈસીએઆરે 203 બાયોફોર્ટિફાઇડ (પોષક તત્વોથી સમૃદ્ધ) પાકોની જાતો વિકસાવી છે. આ જાતો આયર્ન, ઝિંક, પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર છે, જે રોજિંદા ખોરાક દ્વારા પોષણ વધારવામાં મદદરૂૂપ થશે. આઈ સી એ આરના તાજા અહેવાલ Biofortified Crop Varieties: Sustainable Way to Alleviate Malnutrition અનુસાર, 2014થી 2025 વચ્ચે વિકસાવવામાં આવેલી આ જાતોમાં આયર્નયુક્ત ચોખા, પ્રોટીનયુક્ત ઘઉં, ઝિંકયુક્ત મકાઈ અને પોષક તત્વોથી સમૃદ્ધ બાજરીનો સમાવેશ થાય છે. આ પાકો પરંપરાગત અને અણુકીય વંશવેલો પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યા છે, જેનાથી લોકોને તેમની ખાવાની આદતો બદલ્યા વિના વધુ પોષણ મળી શકે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, દેશમાં આયર્ન અને ઝિંક જેવા મહત્ત્વના માઇક્રોન્યુટ્રિયન્ટ્સની ખામીને કારણે વ્યાપક હિડન હંગર (છુપાયેલો ભૂખમરો) છે. આ સમસ્યા બાળકો અને મહિલાઓમાં વધુ જોવા મળે છે. આઈસી એ આરના ડિરેક્ટર જનરલ એમ.એલ. જાટે કહ્યું કે આહાર સંબંધિત જોખમો ભારતના રોગોના બોજમાં 54.6% હિસ્સો ધરાવે છે. તેથી કૃષિ વ્યવસ્થાને વધુ પોષણસંવેદનશીલ બનાવવી જરૂૂરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે SEHAT (Science Excellence for Health through Agricultural Transformation) મિશન શરૂૂ કર્યું છે. આ મિશન હેઠળ આઈ સી એમ આર અને આઈસીએઆર કૃષિને પોષણ અને રોગ નિવારણ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાયોફોર્ટિફાઇડ પાકો સપ્લિમેન્ટ્સ અને ફૂડ ફોર્ટિફિકેશન કરતાં સસ્તું અને ટકાઉ વિકલ્પ પૂરો પાડે છે.

મુખ્ય પાકો અને તેમની સંખ્યા
ઘઉં: 70 જાતો
મકાઈ: 43 જાતો
બાજરી: 18 જાતો
ચોખા: 16 જાતો
તેમજ અન્ય દાળો, તેલીબીયા, શાકભાજી અને ફળોની પોષક જાતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *