સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલ ઠરાવમાં છેડછાડ કરી જનરલ બોર્ડમાં અર્જન્ટ દરખાસ્ત ગળકાવી દીધી, પ્રજાને રૂ.15 કરોડનો ડામ

રાજકોટ મહાનગર પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટના, મુદત પૂરી થવાના આગલા દિવસે શાસકોએ પાડ્યો મોટો ખેલ સ્ટેન્ડિંગમાં મંજૂર થયા તારીખથી એરિયર્સ-પેન્શન ચૂકવવાની શરત ફેરવી…

રાજકોટ મહાનગર પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટના, મુદત પૂરી થવાના આગલા દિવસે શાસકોએ પાડ્યો મોટો ખેલ

સ્ટેન્ડિંગમાં મંજૂર થયા તારીખથી એરિયર્સ-પેન્શન ચૂકવવાની શરત ફેરવી 2016થી ચૂકવવાના કરી નાખી, 75 કર્મચારીઓ-અધિકારીઓને બખ્ખા, શાસકોને ટકા?

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર થયેલ આવકને લગતી તેમજ અગત્યની દરખાસ્ત જનરલ બોડમાં મંજુર કરાવવી પડે છે. કોઈપણ ઠરાવ સ્ટેન્ડીંગમાં મંજુર થયા બાદ તે જ સ્થિતિમાં જનરલ બોડમાં રજૂ કરવામાં આવતો હોય છે પરંતુ ગઈકાલે બોલાવવામાં આવેલ સ્પે.જનરલ બોડમાં એક અરજન્ટ દરખાસ્ત તાત્કાલીક અસરથી મંજુર કરવામાં આવેલ જે મુદે આજે ભારે ચર્ચા જાગી છે.

આ દરખાસ્તમાં મનપાના 75 કર્મચારી અને અધિકારીઓના પગાર સુધારા અંગેની દરખાસ્ત રજૂ થયેલ જેમાં સ્ટેન્ડીંગમાં થયેલ ઠરાવમાં સુધારા વધારા કરી દરખાસ્તને બળજબરીથી ઘુસાડી મંજુરી આપી તંત્રને કરોડો રૂપિયાનું નુકસાન કર્યાની ભારે ચર્ચા જાગી છે.
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક બે દિવસ પહેલા મળેલ જેમાં રજુ થયેલ દરખાસ્તો પૈકી 75 કર્મચારી અને અધિકારીઓના પગાર સુધારા અંગેની દરખાસ્ત મંજુર કરવામાં આવેલ. પરંતુ આ દરખાસ્ત અગાઉની બે સ્ટેન્ડીંગમાં પણ મુકવામાં આવેલ જેને અભ્યાસના નામે પેન્ડીંગ રાખવામાં આવી હતી અને અચાનક ગત સ્ટેન્ડીંગમાં મંજુર કરી નાખેલ ત્યારબાદ આ મુદ્દે કોઈ જાતની ચર્ચા થયેલ નહીં. જાણકારોના જણાવ્યા મુજબ દરખાસ્તમાં સુચવવામાં આવેલ પગાર ધોરણો તેમજ બઢતી, બદલી, નિમણુંક, પેન્શન અને એરિયર્સ સહિતના મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતાં. દરખાસ્ત સામાન્ય ગણીને મંજુર કરાયેલ પરંતુ જનરલ બોડમાં આ દરખાસ્ત રજુ થતાં જાણકારોમાં ભારે ચર્ચા જાગી છે અને સાંભળવા મળેલ વિગત મુજબ, સ્ટેન્ડીંગમાં મંજુર થયેલી દરખાસ્તમાં સુચવવામાં આવેલ પગાર ધોરણો તેમજ એરિયર્સમાં મોટા ફેરફાર કરી દરખાસ્ત બોર્ડમાં મંજુર કરી દેવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાના ઈતિહાસમાં આ પ્રથમ બનાવ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક ચર્ચા મુજબ 75 કર્મચારીઓને રાજી કરવા માટે તેમજ અન્ય કારણોસર આ દરખાસ્તમાં છેડછાડ કરવામાં આવી છે. જેના લીધે મહાનગરપાલિકાની વાર્ષિક રૂા.12 થી 15 કરોડનો વધુ બોજ સહન કરવો પડશે. આ દરખાસ્ત અગાઉ બહાર ન પડે તે માટે ગણતરી બાજોએ 11 દરખાસ્ત બોર્ડના આગલા દિવસે જાહેર કરી બોર્ડ શરૂ થાય તે પહેલા અરજન્ટ દરખાસ્તના ભાગરૂપે આ દરખાસ્તને ઘુસાડી દેવામાં આવી હતી. અમુક પદાધિકારીઓ કે અન્ય અધિકારીઓને આ બાબતની જાણ અગાઉથી હોય તેમ લાગી રહ્યું છે છતાં બોર્ડ શરૂ થાય ત્યાં સુધી આ બાબતની ગંધ કોઈને આવી ન હતી.

મનપાના જનરલ બોર્ડમાં સ્ટેન્ડીંગની દરખાસ્તમાં છેડછાડ કરી બોર્ડમાં મંજુર કરી નાખ્યાની ચર્ચાએ જોર પકડયું છે. અગાઉ આ દરખાસ્ત બબ્બે વખત પેન્ડીંગ રાખી મનપાની તિજોરી ઉપર વધુ બોજ ન પડે તેવા પગલાં લેવા માટે ચર્ચા કર્યા બાદ દરખાસ્ત મંજુર કરાશે તેમ કહેવામાં આવેલ પરંતુ આ દરખાસ્તની શાસક પક્ષની મુદત પૂર્ણ થાય તે પહેલા છેલ્લી સ્ટેન્ડીંગમાં અચાનક મંજુરી આપી છેડછાડ સાથે જનરલ બોર્ડમાં પાછલા બારણેથી અરજન્ટના બહાને ઘુસાડી દઈ મંજુરી આપવામાં આવી છે અને શાસક પક્ષ દ્વારા સ્ટેન્ડીંગમાં કરેલો ઠરાવ બોર્ડમાં સુધાર્યો હોય તેવો પ્રથમ બનાવ બન્યો છે. જેના લીધે કર્મચારીઓ અને અધિકારીઓના ખર્ચ સહિતનો બોજ મનપાની તિજોરી ઉપર પડશે. વાર્ષિક 12 થી 15 કરોડ રૂપિયાનો ખર્ચ વધવાની સંભાવના જાણકારો વ્યકત કરી રહ્યાં છે.

સ્ટેન્ડીંગમાં રજૂ થયેલ ઠરાવ મુજબ ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લેતા કોષ્ટક-01 મુજબની જુદી-જુદી શાખાઓની કુલ-09 સંવર્ગોનાં પગારધોરણમાં સુધારો કરવાનો નિર્ણય કરવા જેમાં ક્રમ-01 અને 02 ની જગ્યાનું પગારધોરણ સુધારા અંગેની મંજુરી સરકારશ્રીમાંથી મેળવ્યા બાદ સદરહુ પગારધોરણ લાગુ પાડવાની અને ક્રમ-03 થી 09 ની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવા અંગે જરૂૂરી ઠરાવ અર્થે, કમિશનરશ્રીએ સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત રજુ કરેલ છે.

કમિશનરશ્રીની ઉપરોક્ત દરખાસ્તને અનુમોદન આપી, સ્ટે.ક.ઠ.નં.547 તા.20/02/2026 અન્વયે, રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવાના કામે, ઉપરોક્ત કોષ્ટક-01 મુજબની જુદી-જુદી શાખાઓની કુલ-09 સંવર્ગોનાં પગારધોરણમાં સુધારો કરવાનો નિર્ણય કરવા જેમાં ક્રમ-01 અને 02 ની જગ્યાનું પગારધોરણ સુધારા અંગેની મંજુરી સરકારમાંથી મેળવ્યા બાદ સદરહુ પગારધોરણ લાગુ પાડવાની અને ક્રમ-03 થી 09 ની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવાનું મંજુર કરી, ઘટિત નિર્ણય અર્થે, સામાન્ય સભાને ભલામણ કરવામાં આવેલ છે.

કમિશનરશ્રીનો ઉપરોક્ત રિપોર્ટ તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ.નં.547 તા.20/02/2026 લક્ષમાં લેતા, રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવાના કામે, ઉપરોક્ત કોષ્ટક-01 મુજબની જુદી-જુદી શાખાઓની કુલ-09 સંવર્ગોનાં પગારધોરણમાં સુધારો કરવાનો નિર્ણય કરવા જેમાં ક્રમ-01 અને 02 ની જગ્યાનું પગારધોરણ સુધારા અંગેની મંજુરી સરકારશ્રીમાંથી મેળવ્યા બાદ સદરહુ પગારધોરણ લાગુ પાડવાની અને ક્રમ-03 થી 09 ની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવાનું મંજુર કરવામાં આવે છે. સંબંધિત કર્મચારીઓને સંબંધિત હોદ્દામાં નિમણૂક/બઢતી થયા તારીખથી આ ઠરાવ થયા તારીખ સુધીની નોશનલ અસર આપવાનું મંજુર કરવામાં આવે છે. વિશેષમાં, હાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓને જ આ ઠરાવનો લાભ મળવાપાત્ર રહેશે.

એરીયર્સના સ્ટેન્ડિંગમાં રજૂ થયેલ નિયમો
મનપામાં હાલ ફરજ બજાવતા કર્મચારીઓને સુધારા મુજબનું પગારધોરણ વહીવટી મંજુરી મળ્યા બાદ પગાર સુધારા બાબતનો હુકમ થયા તારીખથી મળવાપાત્ર થશે આવા કર્મચારીઓએ હાલ સુધી બજાવેલ ફરજોનું જુના પગારધોરણનું કોઈ એરિયર્સ/નોશનલ અસરથી માંગણી કરશે નહી તેવી નોટરાઈઝડ બાહેંધરી કર્મચારી પાસેથી દિવસ-10 માં મેળવવાની રહેશે ત્યારબાદ સદરહુ પગારધોરણનો લાભ આપવાની કાર્યવાહી કરવાની રહેશે તેમજ નવા પગારધોરણમાં આવ્યા તારીખથી ઉચ્ચતર પગારધોરણનો લાભ નિયમાનુસાર ભવિષ્યમાં મળવાપાત્ર થશે.

ચીફ ફાયર ઓફિસર 1
ઝુ સુપ્રિટેન્ડન્ટ 1
ડે.ચીફ ફાયર ઓફિસર 2
લેબર ઓફિસર 1
લો ઓફિસર 1
સેનિટેશન ઓફિસર 6
સેનિટરી ઓફિસર 37
સુપ્રિટેન્ડેન્ટ જન્મ મરણ 3
સફાઈ સુપરવાઈઝર 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *