કોઠારીયા રોડ પર આવેલી રાધેશ્યામ સોસાયટીમા રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી જાત જલાવી લીધી હતી. વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કોઠારીયા રોડ પર આવેલી રાધેશ્યામ સોસાયટીમા રહેતા મણીબેન કુરજીભાઈ સખીયા (ઉ.વ. 80) પોતાના ઘરે હતા ત્યારે બીમારીથી કંટાળી અગાસી ઉપર જઈ સાડી સળગાવી પોતાની જાતે જાત જલાવી લીધી હતી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પીટલમા દાખલ કરાયા હતા. જ્યાં વૃદ્ધાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી દરમિયાન દરમિયાન મોત નિપજતા પરિવાઈમાં શોકની લાગણી લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધાને સંતાનમાં એક પુત્ર છે અને વૃદ્ધા મારે મરી જવું છે તેવું રક્ષણ કરતા હતા અને અંતે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા સલમ ક્વાર્ટરમાં રહેતા વિલાસબેન શૈલેષભાઈ ભટ્ટ નામના 49 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. જ્યારે 150 ફૂટ રીંગ રોડ ઉપર ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી છાયા સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મગનભાઈ વાળા (ઉ.વ.54)નું પણ રાત્રીના પોતાના ઘરે બીમારી સબબ મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.