મોરબી ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત

મોરબીમાં રહેતાં ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. વૃધ્ધાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…

મોરબીમાં રહેતાં ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. વૃધ્ધાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાણંદમાં રહેતાં લીલાબેન નટુભાઈ સોલંકી નામના 76 વર્ષના વૃધ્ધા મોરબી ખાતે રહેતાં તેમના ભત્રીજા ભરતભાઈના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક લીલાબેન સોલંકીને સંતાનમાં બે પુત્ર છે અને મોરબીમાં રહેતાં ભત્રીજાના ઘરે રોકાવા આવ્યા હતાં. તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું.

આ ઉપરાંત બીજા બનાવમાં લોધિકામાં રહેતાં મનસુખભાઈ મનજીભાઈ વસોયા (ઉ.48)ને બિમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મનસુખભાઈ વસોયાનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક પ્રૌઢનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *