માધાપર ચોકડી પાસે માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધનો 12મા માળેથી કૂદી આપઘાત

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ, બીમારી અને આર્થિક ભીંસ જેવા વિવિધ કારણોસર આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. લોકો પોતાના અમૂલ્ય જીવન ટૂંકાવી…

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ, બીમારી અને આર્થિક ભીંસ જેવા વિવિધ કારણોસર આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. લોકો પોતાના અમૂલ્ય જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે વધુ એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. શહેરના માધાપર ચોકડી નજીક આવેલ ‘ધ સ્પેસ’ નામના બિલ્ડિંગના 12મા માળેથી કૂદકો લગાવીને 66 વર્ષીય વૃદ્ધ કિશોરભાઈ મશરૂૂએ પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ અચાનક બનેલી ઘટનાથી મૃતકના પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત વ્યાપી ગયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ધ સ્પેસ બિલ્ડિંગના ફ્લેટ નંબર ઈ-1204 માં રહેતા કિશોરભાઈ દેવચંદભાઈ મશરુ (ઉં.વ. 66) ગઈકાલે સાંજે આશરે પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેઓએ અચાનક જ ફ્લેટની બારીમાંથી નીચે કૂદકો લગાવી દીધો હતો. 12મા માળેથી નીચે પટકાતાં જ કિશોરભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણ થતાં જ પરિજનો ત્વરિત નીચે દોડી આવ્યા હતા અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે કિશોરભાઈને તપાસીને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એમ.એન. પીઠીયા સહિતનો પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી જરૂૂરી કાગળો તૈયાર કર્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, મૃતક કિશોરભાઈ નિવૃત્ત જીવન વિતાવતા હતા અને લાંબા સમયથી ગંભીર માનસિક બીમારીથી પીડાતા હતા. આ માનસિક બીમારીના કંટાળાથી કંટાળીને તેઓએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ બનાવના કારણે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *