રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસોનુ પ્રમાણ વધુ રહ્યુ છે. ત્યારે શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ એક જીંદગી થંભી ગઇ હતી. ધરમનગર આવાસ કવાર્ટરમાં રહેતા વૃદ્ધ રૈયાચોકડી પાસે ઢળી પડતા તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ.
જણાવા મળતી વિગત મુજબ ધરમનગર આવાસ કવાર્ટરમાં રહેતા ચંપકલાલા ચીમનલાલા ઘટાવ (ઉ.વ.75) નામના વૃદ્ધ ગઇકાલે સવારે રૈયાચોકડી નજીક રામેશ્ર્વર હોલ પાસે હતા ત્યારે અચાનક ઢળી પડતા તેમને બેભાાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે હાર્ટએટેક આવતા અને હેમરેજ થઇ જવાથી મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યા હતુ.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથામિક તપાસમાં મૃતક ચપકલાલ નિવૃત હોવાનુ અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી.