ભગવતીપરાના વ્હોરા વૃધ્ધે સરધાર દરગાહમાં ઝેર પીધું, સારવારમાં મોત

ભગવતીપરામાં રહેતાં વ્હોરા વૃધ્ધે સરધાર ગામે આવેલી વ્હોરા સમાજની દરગાહ ખાતે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાથ-પગના…

ભગવતીપરામાં રહેતાં વ્હોરા વૃધ્ધે સરધાર ગામે આવેલી વ્હોરા સમાજની દરગાહ ખાતે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાથ-પગના દુ:ખાવાથી કંટાળી જઇ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ભગવતીપરામાં મોડર્ન સ્કૂલ નજીક રહેતાં બદરૂદ્દીનભાઇ અબ્દુલહુશેનભાઇ લક્ષ્મીધર (ઉ.વ.78) નામના વૃધ્ધ તા. 5ના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન સાંજે પાંચેક વાગ્યે સરધારમાં આવેલી દાઉદી વ્હોરા સમાજની દરગાહ ખાતેથી તેઓ બેભાન જેવી હાલતમાં મળતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તપાસ થતાં તેમણે ઝેર પીધાનું ખુલતાં સારવાર શરૂ થઇ હતી. અહિં સારવાર લીધા બાદ ઘરે લઇ જવાયા હતાં.

ઘરે ગઇકાલે સાંજે તબીયત ફરી બગડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિં ગત રાતે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. એ. એચ. ગોહિલે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર બદરૂદ્દીનભાઇ પાંચ ભાઇ અને પાંચ બહેનમાં આઠમા નંબરે હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે રેલનગરમાં સ્ટવ રીપેરીંગનું કામ કરતાં હતાં. હાથ-પગના દુ:ખાવાની બિમારીથી કંટાળીને પગલુ ભર્યાની શક્યતા પરિવારે જણાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *