આંબેડકરનગરના વૃધ્ધનું સદગુરૂ આર્કેટ પાસે હૃદયરોગના હુમલાથી મોત

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વૃધ્ધનું મોત નિપજ્યું છે. જેમાં મુળ જૂનાગઢના વતની અને હાલ આંબેડકરનગરમાં રહેતાં વૃધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન…

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વૃધ્ધનું મોત નિપજ્યું છે. જેમાં મુળ જૂનાગઢના વતની અને હાલ આંબેડકરનગરમાં રહેતાં વૃધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક સદગુરૂ આર્કેટ પાસે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ જૂનાગઢના વતની અને હાલ આંબેડકરનગરમાં રહેતાં માધાભાઈ ઉર્ફે રામજીભાઈ પુંજાભાઈ વઘેરા (ઉ.65) એ-ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક સદગુરૂ આર્કેટ પાસે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં ત્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં નજીક ખંઢેરી પાસે ટ્રેનની ઠોકરે આશરે 45 વર્ષના અજાણ્યા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક પ્રૌઢનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મૃતક પ્રૌઢનાં વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *