હળવદના રણજીતગઢ ગામ પાસે વૃધ્ધે ટ્રેન નીચે પડતુ મુકી જીવન ટૂંકાવ્યું

હળવદના રણજીતગઢ ગામ પાસે માનસિક બીમારીથી પીડાતા 62 વર્ષીય વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકી દેતાં માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી તેમનું ઘટનાસ્થળે જ…

હળવદના રણજીતગઢ ગામ પાસે માનસિક બીમારીથી પીડાતા 62 વર્ષીય વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકી દેતાં માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા છગનભાઈ ભગવાનભાઈ મકવાણા (ઉં.વ. 62) નામના વૃદ્ધનું વર્ષ 2012માં અકસ્માત થયું હતું, જેમાં તેમણે છાતીના ભાગે ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ અકસ્માત બાદથી તેઓ માનસિક તકલીફથી પીડાતા હતા અને અવારનવાર મરી જવાની વાતો કરતા હતા. દરમિયાન ગઈ તારીખ 18/10/2026ના રોજ રાત્રિના તેઓ પરિવારમાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ રણજીતગઢ ગામ પાસે આવેલ રેલવે લાઈનમાં 71 નંબરની ફાટક નજીક ટ્રેન નીચે પડતું મૂકતા તેમને માથામાં તેમજ ડાબા હાથે અને પગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું. હળવદ પોલીસે આ અંગે આગળની તપાસ ચલાવી છે.

ડમ્પર અડફેટે મોત
નીચી માંડલ ગામની સીમમાં આવેલ ફેકટરીના ગેસ પ્લાન્ટ પાસે મહિલા સફાઈ કરતી હતી ત્યારે ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અકસ્માત બાદ ડમ્પર ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુક પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.મોરબીના નીચી માંડલ ગામે રહેતા દેવરાજ નરસિંહભાઈ સોલંકી (ઉ.વ.33) વાળાએ ડમ્પર જીજે 13 એએક્શ 4588 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના માતા અમરતબેન નીચી માંડલ ગામની સીમમાં આવેલ સીમેરો વિટ્રીફાઈડ કારખાનામાં ગેસ પ્લાન્ટ પાસે સફાઈ કામ કરતા હતા ત્યારે ડમ્પર ચાલકે પોતાનો ડમ્પર ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના માતા અમરતબેનને અડફેટે લઈને શરીરે કમર અને કમર નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અકસ્માત સર્જી પોતાનો ડમ્પર ટ્રક સ્થળ પર મૂકી ડમ્પર ચાલક નાસી ગયો હતો તાલુકા પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *