રવિવારે અમિત શાહ ગુજરાતમાં LNG ટ્રેનને આપશે લીલીઝંડી

  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ મહત્વપૂર્ણ કાર્યોના લોકાર્પણ અને…

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ મહત્વપૂર્ણ કાર્યોના લોકાર્પણ અને સમર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી આપશે આ ઉપરાંત તેઓWAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

અમિત શાહના પ્રવાસ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. LNG ટ્રેનના સંચાલનને રેલવે ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. કગૠનો ઉપયોગ પરંપરાગત ઇંધણની સરખામણીએ પરિવહન ક્ષેત્રમાં વૈકલ્પિક ઇંધણ તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંતWAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ રેલવેના ભારે માલવાહક લોકોમોટિવ્સની જાળવણી માટે મહત્વપૂર્ણ સુવિધા બનશે. અમિત શાહના હસ્તે આ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *