જેતપુર નગર પાલીકા ના વર્તમાન પ્રમુખ સામે શાસક સભ્યો ના સખત વિરોધ વચ્ચે. સામાન્ય સભા મા 17 કમીટીના ના નવા ચેરમેન ની વરણી તેમજ શહેર મા કરોડો રૂૂપિયાની કિંમત ની જુની લાયબ્રેરી વાળી જર્જરિત જગ્યા મુળ માલિક ને સોપવા સહિત ના મુદાઓ ને બહુમતી સાથે મંજૂર કરવામાં આવેલ. ફરી એક વખત ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા મેદાનમાં ઉતરતા મામલો થાળે પડયો હતો. શાસક પક્ષના એક સભય ના વિરોધ વચ્ચે બહુમતી સાથે એજનટા મા મુકેલ તમામ કામ ને મંજૂર કરવામાં આવેલ. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ના મેદાનમાં ઉતરતાની સાથે શાસક પક્ષ ના જે સભ્યો વિરોધ કરી રહ્યા હતા તે સભ્યો ના મોઢા સીવાઈ ગયા હતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા એ શહેર ના વિકાસ અને લોકોના પ્રશ્રો ફરિયાદો સામે પુરતુ ધ્યાન આપવા સમજણ આપી હતી.
કાલે ગુરૂૂવારે જેતપુર નગર પાલીકા ના પ્રમુખ મેનાબેન ઉસદડીયા ના અદયક્ષ મા જનરલ બોર્ડ ની મીટિંગ બોલાવવા મા આવેલ. જેમાં એક વર્ષ પુર્ણ થતા પાલીકા ની 17 સમિતિના ના નવા ચેરમેન ની વરણી કરવામાં આવેલ. તેમજ શહેર મા અતિ કિમતી જગ્યા જે જુના લાયબ્રેરીના નામે ઓળખાય છે તે જે જર્જરિત જગ્યા નગર પાલીકા હસ્તક હોય તે જગ્યા મૂળ માલિકને સોપવા સહિત 19 જેટલા મુદાઓ જે એજન્ડામાં હોય તે તમામ કામોને બહુમતી સાથે મંજૂર કરવામાં આવેલ.
સામાન્ય સભાના આગલા બે દિવસ પહેલા શાસક પક્ષના સભ્યોનો પ્રમુખ સામે બળવો કરવાનો તેમજ વિરોધની ચર્ચા ઓ શહેરમાં જોરથી ચર્ચાતી હતી પણ જયારે આ વાત ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના કાને આવતા અને ધારાસભ્ય રાદડીયા મેદાનમાં ઉતરતાની સાથે જ શાસક પક્ષ ના જે સભ્યો વર્તમાન પ્રમુખ સામે વિરોધની વાતો કરતા હતા તે સભ્યોની બોલતી બંધ થઈ ગહી હતી અને અંતે ધીના ઠામમાં ધી પડેલ. ગયા વર્ષે પણ જયારે પ્રમુખ સતા પર બેઠા હતા ત્યારે પણ સભ્યો નો મોટો વિરોધ હતો પણ ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ના દરમ્યાન ગીરી થી મામલો શાંત થઈ ગયો હતો આમ 17 સમિતિના ના નવા ચેરમેન ની વરણી કરવામાં આવેલ. અને જે જગ્યા મુળ માલિક ને સોપવા મુદ્દે શહેર મા ચર્ચા થઈ રહી છે કે આ મુદ્દે પણ મોટી રકમ ની લેવળ દેવળ થયા ની શાસક પક્ષ ના સભ્યો ને શંકા કરી રહ્યા છે
