એની સામે ઇરાને ઇઝરાયેલના ધર્મસ્થાનો પર કલસ્ટર બોમ્બ ઝીંકયા
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ ચરમસીમાએ છે. આ દરમિયાન અમેરિકાએ અનેક અગ્રણી ઈરાની વ્યક્તિઓને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા શરૂૂ કર્યા છે. અમેરિકાએ આ હુમલાઓમાં અનેક ટોચના ઈરાની નેતાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાને ઇઝરાયેલ પર હુમલા બાદ ટ્રમ્પે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, ત્યારે તે પહલાં જ અમેરિકાએ ઈરાન પર અનેક મિસાલઇલ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકા મિલિટ્રી નામના એકાઉન્ટ દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલાઓમાં ટોચના ઈરાની નેતાઓ માર્યા ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેલના ભાવ ક્યારે ઘટશે તેની કોઈ ચોક્કસ સમયરેખા નથી. તેમનું કહેવું છે કે તેમાં 50 દિવસથી 100 દિવસનો સમય લાગી શકે છે – એટલે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે અનિશ્ચિત છે.
સ્કોટ બેસન્ટે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરિકા પાસે હાલમાં ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવા માટે પૂરતા પૈસા છે. જોકે, સરકાર ભવિષ્યમાં લશ્કરી તૈયારીઓને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પાસેથી વધારાના ભંડોળની માંગ કરી રહી છે. તેમણે એ પણ નોંધ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પહેલા કાર્યકાળની જેમ, ભવિષ્યની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સૈન્યને મજબૂત બનાવવા પર ભાર મૂકી રહ્યા છે.
હુમલાના સ્થળેથી, નેતન્યાહૂએ છેલ્લા 48 કલાકમાં ઈરાનના હુમલાઓ વિશે વિશ્વને માહિતી આપી. ઇઝરાયલી પીએમએ કહ્યું- ઈરાને જેરુસલેમમાં નાગરિક વિસ્તારો અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં વેસ્ટર્ન વોલ, ચર્ચ ઓફ ધ હોલી સેપલ્ચર અને અલ-અક્સા મસ્જિદનો સમાવેશ થાય છે.
ઈરાને ઈઝરાયલ અને પશ્ચિમ કાંઠા પર ક્લસ્ટર વોરહેડ્સથી સજ્જ મિસાઈલોથી મોટો હુમલો કર્યો. ઈરાની પાવર ગ્રીડને નષ્ટ કરવાની અમેરિકાની ધમકીઓ વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુને વધુ ખતરનાક બની રહ્યું છે. સોમવારે મધ્યરાત્રિ પછી, ઈઝરાયલ, જેરુસલેમ અને પશ્ચિમ કાંઠા પર આકાશ ક્લસ્ટર વોરહેડ્સથી સજ્જ ઈરાની મિસાઈલોના ઝબકારાથી પ્રકાશિત થયું. મિસાઈલ હુમલાઓ બાદ, ઘણા વિસ્તારોમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા, અને ખાલી કરાવવા માટે ચેતવણીઓ જારી કરવામાં આવી. રાત્રે ઇઝરાયલી શહેરો અરાદ અને ડિમોના પર મિસાઇલ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
