અમેરિકા ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો જારી કરશે

આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે આયોજન અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો બનાવવા પર વિચાર…

આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે આયોજન

અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો બનાવવા પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયે શુક્રવારે આ વિશે જાણકારી આપી હતી. સંભવિત ડિઝાઇનની તસવીરોમાં ડોનાલ્ડ ટ્રમ્પને મુઠ્ઠી ઉપરની તરફ ઉઠાવતા દર્શાવાયા છે, જેની સાથે લખ્યું છે‘fight, fight, fight’ આ એ જ નારો છે જે તેમણે ગત વર્ષે પોતાની હત્યાના પ્રયાસની તુરંત બાદ આપ્યો હતો.

સિક્કાની બીજી બાજું ટ્રમ્પનો પ્રોફાઇલ ફોટો છે, જેના ઉપર liberty અને નીચે 1776-2026 લખેલું છે. આ તસવીર નાણાં સચિવ બ્રૈંડન બીચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *