કૃણાલ સાથે હંમેશા ક્રિકેટની ચર્ચા થાય છે: હાર્દિક પંડ્યા

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને બીજીવાર ખિતાબ પોતાના નામે કરી ઇતિહાસ રચ્યો હતો. આ જીત સાથે કૃણાલ પંડ્યા પાસે આઈપીએલની ટ્રોફીની…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને બીજીવાર ખિતાબ પોતાના નામે કરી ઇતિહાસ રચ્યો હતો. આ જીત સાથે કૃણાલ પંડ્યા પાસે આઈપીએલની ટ્રોફીની સંખ્યા હવે પાંચ થઈ ગઈ છે. આ આઈપીએલ સીઝનમાં આરસીબી માટે કૃણાલ પંડ્યાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 16 મેચમાં 14 વિકેટ લીધી હતી. સાથે જ બેટિંગથી પણ મોટું યોગદાન આપતાં 226 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ પોતાના નાના ભાઈ હાર્દિક પંડ્યા વિશે વાત કરી.

છેલ્લા કેટલાક સમયથી બંને ભાઈઓ વચ્ચે વિખવાદના સમાચાર ચાલી રહ્યાં છે. કૃણાલે કહ્યું, અમે બંને હંમેશા ક્રિકેટ વિશે ટેક્ટિકલ અને ટેક્નિકલ વાતો પર ચર્ચા કરતા રહ્યા છીએ, જેનાથી હંમેશા મદદ મળે છે. અમારી વચ્ચે હંમેશા સારી વાતચીત રહી છે. ક્રિકેટ વિશે ખૂબ જ હેલ્ધી ચર્ચા થાય છે કે તે કેવી રીતે વધુ સારા બની શકે. જ્યારે તમે અને તમારો ભાઈ એક જ રમત રમતા હો ત્યારે એકબીજાને ઘણી મદદ મળે છે. તેણે આગળ કહ્યું કે, પંડ્યા પરિવારમાં 10 ટ્રોફી હોવી એ કોઈ ખરાબ આંકડો નથી. નોંધનીય છે કે, આરસીબીની જીત પછી હાર્દિક પંડ્યાએ કૃણાલ માટે સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ કરી ન હતી. હાર્દિકના આ મૌન પછી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો શરૂૂ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *