અલ્પેશ ઠાકોર કલાકારોના જોરે ભેગી કરે છે ભીડ

સુરેન્દ્રનગરના પાટડીના વેલાવડા ગામે યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોર સામે ગંભીર આક્ષેપો થતા રાજકારણ ગરમાયું છે. રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે…

સુરેન્દ્રનગરના પાટડીના વેલાવડા ગામે યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોર સામે ગંભીર આક્ષેપો થતા રાજકારણ ગરમાયું છે. રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરી છે અને તેઓ માત્ર કલાકારોના જોરે ભીડ ભેગી કરે છે.

બે લાખની મેદનીના દાવા સામે માત્ર દસ હજાર લોકો જ આવતા સમાજની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. વેલાવડામાં પોલીસ દ્વારા સમાજ પર કરાયેલા અત્યાચારના મુદ્દે યોજાયેલી આ બેઠકમાં રાજકીય નેતાઓની નિષ્ક્રિયતા સામે પણ રોષ ઠાલવવામાં આવ્યો હતો. અંતે, સમાજના હક અને ન્યાય માટે આગામી સમયમાં કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *