રૂડાની બે આવાસ યોજનામાં દસ્તાવેજ ન બનાવતા 23 લાભાર્થીની ફાળવણી રદ

ઓમ હાઉસિંગ સોસાયટી અને બાલાજી હાઉસિંગ સોસાયટીમાં તંત્ર દ્વારા કાર્યવાહી રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂડા વિસ્તારમાં બનાવવામાં આવેલ આવાસ યોજનાના ક્વાટરની ફાળવણી કર્યા…

ઓમ હાઉસિંગ સોસાયટી અને બાલાજી હાઉસિંગ સોસાયટીમાં તંત્ર દ્વારા કાર્યવાહી

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂડા વિસ્તારમાં બનાવવામાં આવેલ આવાસ યોજનાના ક્વાટરની ફાળવણી કર્યા બાદ ઘણા સમયથી અનેક લાભાર્થીઓ દ્વારા દસ્તાવેજ બનાવવાની કાર્યવાહી કરાતી ન હોય આ મુદ્દે વારંવા નોટીસ આપવામાં આવેલ છતાં સમય મર્યાદા પુરી થઈ ગઈ હોય અનેક લાભાર્થીઓએ દસ્તાવેજ બનાવવાની તસ્દી ન લેતા રૂડાએ આજરોજ ઓમ હાઉસીંગ કો ઓપરેટીવ સોસાયટી ઈસ્કોન મંદિર પાછળ કાલાવડ રોડ અને બાલાજી હાઉસીંગ કો ઓપરેટીવ સોસાયટી મોદી સ્કૂલની સામે 150 ફૂટ રીંગ રોડ સહિતની બે આવાસ યોજનાઓમાં ચેકીંગ હાથ ધરી દસ્તાવેજ ન બનાવનાર 23 લાભાર્થીઓના આવાસો રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWSII પ્રકારના ટી.પી.09 એફ.પી.33/એ, ઓમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ફિલ્ડ માર્શલ વાડીની પાસે, ઇસ્કોન મંદિરની પાછ્ળ, કાલાવડ રોડ, રાજકોટ તથા બાલાજી હાઉસિંગ કો.-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ નાગરિક સહકારી બેન્કની બાજુમાં, મોદી સ્કૂલની સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટમાં નીચે પ્રમાણેની યાદી મુજબ આવાસો આવાસ ધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૂૂડાનાં આવાસનો દસ્તાવેજ/ભાડાકરાર આજ દિન સુધી કરાવેલ ન હોઈ. આ બાબતે લાભાર્થીશ્રીઓને રૂૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.

રૂડા દ્વારા આજે ઓમ હાઉસીંગ કો ઓપરેટીવ સોસાયટી ઈસ્કોન મંદિર પાછલ કાલાવડ રોડમાં દસ્તાવેજ અને ભાડા કરાર ન કરેલા 18 આવાસોની ફાળવણી રદ કરેલ તેવી જ રીતે બાલાજી કો ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી મોદી સ્કૂલની સામે 150 ફૂટ રીંગ રોડ ખાતે પાંચ આવાસની ફાળવણી રદ કરી વાંકા-વચકા માટે સાત દિવસનો સમય અરજદારોને આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *