ભારતનગર સેવા સમિતિના સભ્યો દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત: મળવાપાત્ર લોકોને મકાનો-દુકાનો નહીં મળતા ગેરકાયદેસર લાભ લેનાર સામે તપાસની માંગ
મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જાહેર જમીનો પર આવેલ ઝુંપડપટ્ટીઓનું પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા તેજ સ્થળે પુર્નવસન કરવા માટેની નીતિ અન્વયે ગેરરીતી થયાનું ભારતનગર સેવા સમીતીના સભ્યોએ રાજકોટ કલેકટરને નોટીસ પાઠવી રજુઆત કરેલ છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જાહેર જમીનો પર આવેલ ઝુંપડપટ્ટીઓનું પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ દ્વારા તેજ સ્થળે પુન:વસન કરવા માટેની નિતી અન્વયે રાજકોટ મહાનગર પાલિકાએ યોજના હેઠળ કામ કરતાં ખુબજ મોટી ગેરરીતિઓ આચારેલી છે.
જેમાં અમોને મળવાપાત્ર લાયક લોકોને મકાનો અને દુકાનો મળેલ નથી અને જે લોકો આ યોજના મુજબ ગેરલાયક હતા તેઓ ને મકાન અને દુકાનો ફાળવેલા છે. મવડી ગામના રેવન્યુ સર્વે નં. 194ની સરકારી ખરાબાની જમીન અંગે તા. 28/12/1998 અને તા. 02/01/1999 ના રોજ તાલુકા મામલતદાર, મામલતદાર કચેરી, રાજકોટ મુકામે વિવિધ આશરે 26 જેટલાં અરજદારોએ અરજી કરેલ હતી. જે અંગેની અરજીઓની નકલ આ સાથે સામેલ છે. તેમજ તે અરજી અન્વયે રાજકોટના જે તે સમયના કલેક્ટર દ્વારા તા. 03/02/1999 ના રોજ પત્ર નં. ના-લેન્ડ-અપીલ-વશી-1702 થી 1845 થી નાયબ કલેક્ટર રાજકોટ પાસેથી ધારાસભ્યના અધ્યક્ષ સ્થાનેથી આવેદન પત્ર રજૂ થયેલ હોય જે અસલમાં રજૂ રાખી અને તાબાના મહેસૂલ અધિકારીઓએ પગલાં લેવા શું કાર્યવાહી કરી છે વિગેરે બાબતોનો ઊંડાણ પૂર્વક તપસ કરી રજૂઆત બાબત માં શું થઈ શકે તેમ છે તેનો અહેવાલ મંગાવેલ હતો. ત્યારબાદ તા. 13/01/2016 ના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પત્ર નં. શ. ભ. ન, પા./આવાસ/ ટેકનિક્શ/જા, નં. 836થી સિટી એન્જિનિયર (ઉપે.) દ્વારા ટાઉન પ્લાનર સેંટ્રલ ઝોનને ટી.પી. સ્કીમ નં. 28 (મવડી), એફ.પી.નં.49/1 કે જે ભારતનગર, અંબિકા ટાઉનશિપ પાસે, સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી સરકારની માલીકીની જમીન કે જેનો કબ્જો રાજકોટ મહાનગર પાલિકાને સોપવામાં આવેલ છે તે સ્લમ વિસ્તાર માટે પી.પી.પી. ધોરણે આવાસ યોજનાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.
જેમાં લાભાર્થી નો સર્વે કરી અને યાદી બનાવવા જણાવેલ હતું. જે પ્રથમ યાદી માં 200 નામો હતાં. ત્યાર બાદ તા. 10/02/2016 ના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પત્ર નં. રા.મ.ન.પા./આવાસ/ટેકનિકલ/જા. નં. 967 થી સિટી એંજિનિયર (સ્પે.) દ્વ્રારા ટાઉન પ્લાનર સેંટ્રલ ઝોનને ટી.પી. સ્કીમ નં. 28 (મવડી), એક.પી. નં. 49/1 કે જે ભારતનગર, અંબિકા ટાઉનશિપ પાસે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ની બાજુમાં આવેલી સરકારની માલીકીની જમીન કે જેનો કબ્જો રાજકોટ મહાનગર પાલિકાને સોપવામાં આવેલ છે તે સ્લમ વિસ્તાર માટે પી.પી.પી. ધોરણે આવાસ યોજનાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં વિગતવાર સર્વે કરીને 36 લાભાર્થીની યાદી નક્કી કરવામાં આવેલ હતી. જેથી કુલ લાભાર્થીઓની સંખ્યા 236 થયેલ હતી.
તમામ બાબતો ધ્યાને લઈને આ આખરી નોટિસથી સૂચિત કરવામાં આવે છે કે ઉપરોક્ત પીપીપી યોજનામાં વ્યાપક ભ્રસ્ટાચાર થયેલો છે જેની ગંભીર નોંધ લઈ અને બાકી રહેતા તમામ 28 લાભાર્થીઑને નોટિસ મળ્યેથી દિન 60માં બાકી રહેલા આવાસો અને દુકાનો ફાળવવા નહીં તો ના છૂટકે અમોને આ કામે હવે સિવિલ તેમજ ફોજદારી રાહે પગલાં લેવા પડશે જેની તમામ પ્રકારની જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવાયું છે.