વેરાવળ ના તાલાલા રોડ ઉપર આવેલ સરકારી જાહેર રસ્તા બંધ કરી ગેરકાયદેસર કબજો કરી સુલેહશાંતિનો ભંગ કરેલ હોવાની લેખિત રજૂઆત કલેકટર સહીતના કરવામાં આવેલ છે. આ અંગે મહમદભાઇ સોરઠીયા (પત્રકાર) દ્વારા જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજુઆતમાં જણાવેલ કે, વેરાવળ નગરપાલિકાની હદમાં આવેલ રેવન્યુ સર્વે નં.526/1 પૈકી બિનખેતી થયેલ પ્લોટો પૈકી પ્લોટ નં.1 જેના ચો.મી.193.27 વાળી જમીન મજીદ અબ્દુલ શતાર સખીયાણી વાળા પાસેથી કાયદેસર રીતે ખરીદ કરેલ હોય જે અન્વયે સદરહુ મિલકત પર અમારો કબજો ભોગવટો છે.
આ મિલકતની ઉતર દિશા એ પેટ્રોલ પંપ આવેલા હોય તેના દ્વારા ગેરકાયદેસર કબજો કરી કાયદેસર ના હાઇવે ને લગત સરકારી જમીન પર બોક્સ પાથરી માલિકી હક્ક સાબિત કરવા માંગતા હોય અને પેટ્રોલપંપ ની પશ્ચિમ દિશા થી ઉતર તરફ ના જાહેર માર્ગ પર પંચર ની કેબિન ઉભી કરી કાયદેસર નો રસ્તો બંધ થાય તેવા હેતુથી કેબિન મૂકી રસ્તો બંધ કરેલ અને તેની પાસેથી રૂૂા.3 થી 5 હજાર ભાડું લેતા હોવાનું રજુઆતમાં જણાવેલ છે. આ અંગે પેટ્રોલ પંપ ના સંચાલક ને જાણ કરતા તેઓ દ્વારા અપશબ્દો બોલી દાદાગીરી કરેલ હોવાનું પી.આઈ. ને તા.26/01/2026 ના લેખીત ફરિયાદ આપેલ છે.
આ રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, પેટ્રોલ પંપ ના સંચાલક દ્વારા બોક્સ પાથરેલી હોય ત્યાંથી અમો ને તથા અમારા માણસ ને ન નિકડવા ધમકી આપેલ છે. જેથી કોઈ પણ પ્રકારની જાન હાનિ પહોંચાડે તેવી દહેશત વ્યક્ત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે અને ગેરકાયદેસર રીતે ઊભી કરેલ કેબીન પર ખોટા બનાવટી દસ્તાવેજો આધારે કનેક્શન પણ ફાળવેલ હોય તેની તપાસ કરવાની માંગ કરેલ છે.
