આદિવાસી દીકરીઓને તમામ સમાજ લઇ જાય છે, પણ આપતું કોઇ નથી: વસાવાનો વસવસો

કિંજલ દવે પ્રકરણમાંથી શિખ લેવા ‘આપ’ના ધારાસભ્યની ટકોર સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે ચૈતર વસાવાએ અનેક ગામના સરપંચો…

કિંજલ દવે પ્રકરણમાંથી શિખ લેવા ‘આપ’ના ધારાસભ્યની ટકોર

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે ચૈતર વસાવાએ અનેક ગામના સરપંચો સાથે મુલાકાત કરી હતી. આ સભા દરમિયાન દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજને ટકોર કરતાં એક નિવેદન આપ્યું છે જેમાં કિંજલ દવેના નામનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ’બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો આપણી દીકરીઓને તો ઘણા સમાજના લોકો લઈ જાય છે, શીખ લેવાની જરૂૂર છે.’ જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાયક કલાકાર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ’થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો કલાકાર કિંજલ દવેએ કોઈ શાહ પરિવારમાં સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો. આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, સૌરાષ્ટ્રમાં સહિત બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે, બધાના ગામોમાંથી લઈ જાય છે’ આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે અને એમને જ્યારે પરણવાનું હોય છે તો બીજી જાતિ વાળા આપણા લોકોને તેમની દીકરી આપે છે?

આ ઉપરાંત ચૈતર વસાવાએ સાપતારા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર અંગે પણ આદિવાસી સમાજને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે ’એકવાર ગ્રીન કોરિડોર બનશે. પછી આ લોકો માઈનિંગ અને ખનન માટે પરવાનગી આપશે. આપણું ભૂગર્ભ જળ તળિયે જવાનું છે, આદિવાસીઓ એક ઈંચ પણ જમીન ગ્રીન કોરિડોર માટે નહીં આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *