તમામ અધિકારીઓએ આત્મચિંતન કરવાની જરૂર: મુખ્યમંત્રીની ટકોર

કયારેક મોટૂં કામ નાની ભુલના કારણે ધોવાઈ જતું હોય છે, મહેસુલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા એક વિશેષ ત્રણ દિવસીય…

કયારેક મોટૂં કામ નાની ભુલના કારણે ધોવાઈ જતું હોય છે, મહેસુલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા એક વિશેષ ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ શિબિરનો મુખ્ય વિષય 2030 ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય રાખવામાં આવ્યો છે. આ શિબિરમાં મહેસુલ વિભાગને લગતા પ્રશ્નો, વહીવટી મુશ્કેલીઓ અને જમીન સુધારણા બાબતે ગહન મંથન કરવામાં આવી રહ્યું છે.

શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટેજ પર હાજર ઉચ્ચ અધિકારીઓને સંબોધતા કેટલીક માર્મિક ટકોર પણ કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓએ આત્મચિંતન કરવાની જરૂૂર છે.
મુખ્યમંત્રીએ ટાંક્યું કે, ક્યારેક તમારું કે અમારું કરેલું મોટું કામ પણ નાની ભૂલ કે બેદરકારીને કારણે ધોવાઈ જતું હોય છે. તેમણે વહીવટમાં પારદર્શિતા લાવવા અને લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો.
તાજેતરમાં કેટલાક ઈંઅજ અધિકારીઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી અંગે પણ મુખ્યમંત્રીએ પ્રથમવાર મન મૂકીને વાત કરી હતી. તેમણે ભાવુક સ્વરે કહ્યું કે, ઈંઅજ બનવા માટે યુવાનોએ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે, તેથી જ્યારે કોઈ અધિકારી સામે પગલાં લેવા પડે છે ત્યારે મને વ્યક્તિગત રીતે ખૂબ જ દુ:ખ થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે જો અધિકારીઓ હસતા મોઢે લોકોના કામ કરશે, તો અડધા પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જશે. ગુજરાતના વિકાસમાં અધિકારીઓના યોગદાનને બિરદાવતા તેમણે સૂચન કર્યું કે પ્રજાના કામમાં કોઈપણ પ્રકારની આળસ કે વિલંબ ન થવો જોઈએ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી અધિકારીઓને તેમની પાસે આવતા લોકોને કોઈ ખચકાટ ન રહે અને સંતોષની અનુભૂતિ થાય તેવા વર્તન-વ્યવહાર હસતા મ્હોએ કરવાની પણ શીખ આપી હતી. આ અંગે તેમણે દાદા ભગવાનના બોધને ટાંકતા જણાવ્યું કે, દુનિયા કઈ રીતે ચાલે છે તે સમજણ આપણે કેળવવી પડે અને બધું હું જ કરું છું તેવો આત્મશ્ર્લાઘા ભાવ ત્યજીને સૌ સાથે મળીને કામ કરવાના વલણથી જ સમસ્યાઓનું સમાધાન થઈ શકે.

ચિંતન શિબિરના શુભારંભ પૂજ્ય દીપકભાઈ દેસાઈએ કર્મ અને સેવા સાથે આદ્યાત્મને જોડવા રાજ્ય સરકારના મહેસૂલી અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત કરતું પ્રેરણાદાયી પ્રવચન કર્યું હતું. આધ્યાત્મ, વ્યવહાર તથા આચાર- વિચાર વિશે પૂજ્ય શ્રી દીપકભાઈએ પોતાનું દ્રષ્ટાંત રજૂ કરતા કહ્યું હતું કે, કર્મના સિદ્ધાંતો તથા કાર્યના હેતુને જાણીને દાદા ભગવાને આપેલા વિચારો જેવા કે, ચોરી ન કરવી, સેવા ભક્તિના માર્ગ પર ચાલવું, પરોપકાર કરવો, દાન કરવું, શુદ્ધ વ્યવહાર, કર્મને સમજવુ, સ્વ-કર્મને સમજીને વ્યવહાર જ્ઞાન મેળવવું તથા ધર્મ અને સંસ્કાર સાથેના માર્ગ પર ચાલવું ખૂબ જ જરૂૂરી છે.

શિબિરના પ્રારંભે રાજ્યના સેટલમેન્ટ કમિશનર બીજલ શાહે સૌનું શાબ્દિક સ્વાગત કરીને ચિંતન શિબિર દરમિયાન યોજાનાર વિવિધ સત્રો તથા પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ ડો. વિક્રાંત પાંડે, રાહત કમિશનર અને સચિવ આલોકકુમાર પાંડે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય દિનેશકુમાર અસવાલ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે સહિત જિલ્લા કલેક્ટર્સ, મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *