ટેક્નિકલ ખામીથી કેશોદ એરપોર્ટની તમામ ફ્લાઈટ રવિવાર સુધી બંધ

જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર ફ્લાઈટ સેવાઓ 23 માર્ચ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. એરપોર્ટ ડાયરેક્ટરે આ માહિતી આપી છે.ટેકનિકલ ખામીના કારણે અમદાવાદ, દીવ અને મુંબઈની…

જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર ફ્લાઈટ સેવાઓ 23 માર્ચ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. એરપોર્ટ ડાયરેક્ટરે આ માહિતી આપી છે.ટેકનિકલ ખામીના કારણે અમદાવાદ, દીવ અને મુંબઈની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. કેશોદ એરપોર્ટ રાજાશાહી સમયનું છે. લાંબા સમયની રજૂઆત બાદ કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ સાવલિયાએ જણાવ્યું કે મુસાફરોને આ એરપોર્ટ પ્રત્યે ઘણી આશાઓ હતી. વારંવાર ફ્લાઈટ રદ થવાથી વેપારીઓ અને મુસાફરોને હાલાકી પડી રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં ફ્લાઈટ્સ રદ ન થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. આ એરપોર્ટની આસપાસના 200 કિલોમીટરના વિસ્તારમાં અનેક ધાર્મિક અને પર્યટન સ્થળો આવેલા છે. સોમનાથ મંદિર સહિતના સ્થળોએ લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે.
આગામી ઉનાળુ વેકેશનમાં મુસાફરોની સંખ્યા વધવાની સંભાવના છે. સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર અને તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.

કેશોદ એરપોર્ટ ના ડાયરેક્ટર સફિક શાએ જણાવ્યું હતું કે, અગાઉના દિવસોમાં કેશોદ એરપોર્ટ એરપોર્ટ પર ફલાઈ તો ઘણી અનિયમિત રહી હતી. જેમાં છેલ્લા એક મહિનામાં નવ દિવસ ફ્લાઈટો રદ થઈ હતી. ફ્લાઈટોમાં ટેકનિકલ સમસ્યા ઉદભવવાના કારણે ફલાઈ તો રદ કરવામાં આવી હતી. ત્યારે એરલાઇન્સ દ્વારા આ સમસ્યાઓને નિરાકરણ લાવવા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે પૂરી રીતે રીપેર ન થઈ જાય ત્યાં સુધી 23 માર્ચ સુધી અમદાવાદ દીવ મુંબઈની ફ્લાઈટ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *