કલર્સ ટીવી અને જીયો હોટસ્ટારના શો લાફ્ટર શેફની ત્રીજી સીઝનનું ગ્રાન્ડ ફિનાલે 26 જુલાઈએ યોજાયું હતું. લાફ્ટર શેફ્સ શોની આ ત્રીજી સીઝન હતી. જેના વિનર અલી ગોની અને જન્નત ઝુબૈર બન્યા છે. લાફ્ટર શૈફ્સ સીઝન 3 ના ગ્રાન્ડ ફિનાલેમાં રોહિત શેટ્ટી સાથે ખતરોં કે ખિલાડીની ટીમ પહોંચી હતી. ફિનાલે એપિસોડ પણ ધમાકેદાર રહ્યો હતો.
ફિનાલેના અંતે વિનર તરીકે અલી ગોની અને ઝન્નત ઝુબૈરના નામ જાહેર થયા હતા. જન્નત ઝુબૈર અને અલી ગોનીએ સીઝન 3 ની ટ્રોફી સાથે કેટલીક ખાસ ગિફ્ટસ પણ જીતી છે. અન્ય રિયાલિટી શોની જેમ આ શોમાં વિનર માટે પ્રાઈઝ મની રાખવામાં નથી આવતી. વિનર્સને બ્રાંડ ગિફ્ટ મળે છે.
