અંદાજે બે હજાર શ્રમિકોએ શિપયાર્ડને અલવિદા કર્યુ, હજુ ત્રણ દિવસ દબાણો હટાવી રૂા.433 કરોડની જગ્યા ખુલ્લી કરાવાશે
અલંગ મણાર ખાતે તંત્ર એ નવેક માસ પહેલા ડીમોલેશન કાર્યવાહી કર્યા બાદ વધુ ડીમોલેશન પાર્ટ-2 શરૂૂ થયેલ છે.અગાઉ કરેલ ડીમોલેશન ના પગલે સ્થાનિકો નું કહેવું છેકે આશરે બે હજાર જેટલા શ્રમિકો એ શિપ બ્રેકીંગ યાર્ડ ને અલવિદા કર્યું હતું.આજે થયેલ ડીમોલેશન ને લઈ તંત્ર નો દાવો છેકે 8 હેકટર થી વધુ જગ્યા ખાલી કરાવવામાં આવી છે.જેની બજાર કિંમત તંત્ર એ 55 કરોડ રૂૂપિયા આંકી છે.ડીમોલેશન ના પગલે શ્રમિકો એ જણાવ્યું હતુ કે અમો પરિવાર સાથે અહીં રહીએ છીએ.હવે લાગે છે અલંગ અમારે ના છૂટકે છોડવું પડશે.ડીમોલેશન સાથે તંત્ર સજ્જ થઈ રહ્યું છે જે લોકોએ ગેરકાયદેસર કબ્જો જમાવી ને ગરીબોના પરસેવાની કમાણી ખાધી છે તેની સાંમે પગલાં ભરવાની માંગ કરી છે.
અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ અહીં પરપ્રાંતીય મજૂરો વસવાટ કરતા ગયા.તેમ તેમ અલંગ મણાર સહિત આસપાસ ના વિસ્તારમાં સરકારી,ગૌચરણ ની સહિત જમીનો પર દબાણ થતા ગયા.આ સિલસિલો છેલ્લા ચાલીસેક વર્ષ થી ચાલ્યો આવતો હતો.પરપ્રાંત માંથી આવતા શ્રમિકોને રહેવા માટે ખોલી(ઘર) આપવાના બહાને અહીંના દબંગ વ્યક્તિઓએ દબાણકરી ને લાખ્ખો કરોડો રૂૂપિયા બનાવી લીધા.છેલ્લા એક વર્ષ થી તંત્ર એ ડીમોલેશન હાથ ધરતા સિનારિયો બદલાયો છે.તેમની સાથે અલંગ ધંધાર્થે આવેલ કેટલાક શ્રમિકો એ વતન અથવા તો અન્યત્ર પેટિયું રળવા માટે અહીંથી સ્થળાંતર કરી ગયા છે.
આજે ડે. કલેક્ટર, ડી.વાય.એસ.પી,એમ્બ્યુલન્સ, ફાયર સહિત ના અધિકારીઓ ની સતત હાજરી વચ્ચે તંત્ર એ મક્કમતા પૂર્વક ડીમોલેશન પાર્ટ-2 હાથ ધર્યું હતું.આગેવાનો એ ભૂતકાળમાં કદી ન યોજાઈ હોય તેવી હજારો ની સંખ્યામાં શ્રમિકો, સ્થાનિક રહીશો ને સાથે રાખી રેલી યોજી આવેદનપત્ર આપ્યું અને અહીં અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ સજ્જડ બંધ રહશે તેનો પણ ફિયાસ્કો થયો છે.ટ્રક એસો.એ જણાવ્યું હતુ કે ગઈકાલે જ વાહન લોડીંગ થી લઇ તમામ કાર્યવાહી રાબેતા મુજબ જ ચાલી હતી.
ડે. કલેક્ટર સોલંકી એ ડીમોલેશન બાબતે માહિતી આપી હતીકે કુલ 459 દબાણકારો ને નોટિસ આપવામાં આવી છે.63.37 હેકટર જમીન પર દબાણ છે.આજે પ્રથમ દિવસે 8.5 હેકટર જમીન ખુલ્લી કરાવી છે.જેની બજાર કિંમત તંત્ર એ રૂૂ.55 કરોડ આંકી છે.આ હિસાબે એક હેકટર ની કિંમત 6.87 કરોડ થાય છે.63 હેકટર ની કિંમત 433 કરોડ રૂૂપિયા આંકી શકાય.
અહીં ડીમોલેશન ના પગલે કેટલાક શ્રમિકો એ જણાવ્યું હતુ કે અમો પરિવાર સાથે રહીએ છીએ.અહીં અમારી પરિવાર સાથેની રહેવાની વ્યવસ્થા નથી જેના કારણે અમોએ વતન અથવા તો અન્યત્ર પેટિયું રળવા માટે અલંગ છોડવું પડશે.આ બાબતે તંત્ર એ જણાવ્યું હતુ કે કેટલાક શ્રમિકો અહીં બનાવેલ વસાહત મા રહેવા આવવા તૈયાર નથી.અમુક શિપ બ્રેકરો એ શ્રમિકો માટે રહેવાની વ્યવસ્થા કરી છે.તો અમુક શીપ બ્રેકરો એ જ્યારે શિપ લાગે ત્યારે શ્રમિકો પાસે થી કામ લીધું છે.પછી છુટ્ટા કરી દીધા છે.આવા શ્રમિકો છે તે લોકો હવે અલંગ છોડી શકેછે.શ્રમિકો વગર અલંગ સોસિયા શિપ બ્રેકીંગ ઉદ્યોગ નું શુ થશે તે પણ અહીં ભવિષ્યમાં ચિંતા અને ચિંતન નો વિષય બની શકે છે.
સરકારી જમીનો પર મોટા પાયે કબ્જોકરી ને ગેરકાયદેસર રીતે ખોલીઓ બનાવી ને અહીં આવતા ઘર વિહોણા ગરીબ શ્રમિકો ને રહેવા માટે આપી ને દર મહિને લાખ્ખો રૂૂપિયા ના ભાડા ઉઘરાવ્યાં છે તેવા ઈસમો વિરુદ્ધ પણ તંત્ર કાર્યવાહી કરવા માગે છે.તંત્ર સુધી મૌખિક વાત આવી છે.કોર્ટ મા પુરાવા જોઈએ.જો પુરાવાઓ મળશે તો જે લોકોએ ગરીબ શ્રમિકો ના પરસેવાની કમાણી ખાધીછે તેમની સામે કાર્યવાહી માટે પણ તંત્ર સજ્જ હોવાનું ડે. કલેક્ટર એ ઉમેર્યું હતું.
