એરપોર્ટના ઈલેક્ટ્રિક ડીપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટ કર્મીએ એસિડ પી જીવન ટૂંકાવી લીધું

જીવરાજ પાર્કમાં પોતાના ઘરે એસિડ પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યો; આપઘાતનું કારણ અકબંધ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં રહેતાં અને એરપોર્ટમાં ઈલેકટ્રીક ડિપાર્ટમેન્ટમાં…

જીવરાજ પાર્કમાં પોતાના ઘરે એસિડ પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યો; આપઘાતનું કારણ અકબંધ

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં રહેતાં અને એરપોર્ટમાં ઈલેકટ્રીક ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાકટ બેઈઝ પર કામ કરતાં યુવાને એસીડ પી લીધું હતું. યુવકની સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં રહેતાં પ્રિતેશ સુરેશભાઈ ભુવા નામનો 30 વર્ષનો યુવાન બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર અસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટા ફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હોસ્પિટલે પહોેંચી જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રિતેશ ભુવા બે ભાઈમાં મોટો હતો અને તેના નવ મહિના પૂર્વે જ લગ્ન થયા હતાં. પ્રિતેશ ભુવા એરપોર્ટમાં ઈલેકટ્રીક ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાકટ બેઈઝ પર કામ કરતો હતો. આ અંગે તાલુકા પોલીસે નોંધ કરી યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ દૌર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *