ગુજરાતમાં પાલિકા-મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી ચાલુ માસમાં જ ગમે ત્યારે જાહેર થવાની શકયતા ધ્યાને લઈ ટિકીટ માટે વિવિધ સમાજ દ્વારા લોબીંગ શરૂ કરાયું છે તે તેમાં વધુ એક સમાજનો ઉમેરો થયો છે. આહીર સમાજને પાલિકા પંચાયતોની ચૂંટણીમાં યોગ્ય અને પુરતુ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે સમાજના આગેવાનોએ એક બેઠક યોજી વ્યુહરચના ઘડી કાઢી હતી. જો કે, આ બેઠક અંગે કોઈ પણ આગેવાનો કંઈ બોલવા તૈયાર નથી.
સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, આ બેઠકમાં કોઈ એક પક્ષના નહીં પરંતુ ભાજપ-કોંગ્રેસ-આપ સહિતની પાર્ટીઓના આગેવાનો તથા સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ વિગેરે હાજર રહ્યા હતાં અને તમામ પક્ષોમાં આહીર સમાજનું પ્રતિનિધિત્વ કઈ રીતે વધે તે બાબતે ચર્ચા કરી હતી.
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા આહીર જામનગર રોડ પર આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં સમાજના દિગ્ગજ નેતાઓની એક બેઠક બંધ બારણે યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકસાથે હાજર રહ્યા હતા.
સૂત્રોમથી મળતી માહિતી પ્રમાણે ભાજપના વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો, કોંગ્રેસ તથા ‘આપ’ના અગ્રણી નેતાઓ અને સમાજના ઉદ્યોગપતિઓ. બંધ બારણે બેઠક મળેલી હતી સામાન્ય રીતે ચૂંટણી પૂર્વે કે કોઈ મોટા સામાજિક મુદ્દે આવી બેઠકો યોજાતી હોય છે, પરંતુ ભાજપના આગેવાનના નિવાસસ્થાને વિરોધ પક્ષના નેતાઓની હાજરી કંઈક નવા જૂની થવાના સંકેત આપી રહી છે.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં રાજકોટ આહીર સમાજના વર્તમાન કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો તેમજ સમાજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી સમયમાં યોજનાર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
