શાળા કોલેજોમાં દિવાળીના વેકેશન બાદ આજથી ફરી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. 21 દિવસની રજાની મજા માણ્યા બાદ વિદ્યાર્થીઓ નવા સત્રમાં અભ્યાસ કરશે કોલેજોમાં પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી હતી. શાળા પરીસરો ભૂલકાઓના શોરબકોરથી ગુંજી ઉઠયા હતા. જોકે પ્રથમ દિવસે થોડી પાંખી હાજરી જોવા મળી હતી પરંતુ ઉત્સાહ સાથે ભૂલકાઓ શાળામાં આવ્યાં હતા. રાજયની 54 હજાર શાળામાં નવા શૈક્ષળીક સત્ર શરૂ થઇ ગયુ છે. જે તા. 4 મે સુધી ચાલશે અને તા. 5 મે 2025 થી 35 દિવસનું ઉનાળુ વેકેશન પડશે.
દિવાળીની રજા માણી વિદ્યાર્થીઓ ફરી અભ્યાસમાં લાગ્યા
શાળા કોલેજોમાં દિવાળીના વેકેશન બાદ આજથી ફરી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. 21 દિવસની રજાની મજા માણ્યા બાદ વિદ્યાર્થીઓ નવા સત્રમાં અભ્યાસ કરશે કોલેજોમાં…
