સીએમ બાદ હવે 15 મંત્રીઓ શુક્રવારથી આદિવાસી વિસ્તારોની યાત્રાએ

તાજેતરમાં દાહોદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના ગરબાડા સહિતના વિસ્તારમાં 72 કલાકનો પ્રવાસ ખેડ્યો હતો. હવે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વિકાસકાર્યોની સમીક્ષા અને જનસંપર્ક માટે…

તાજેતરમાં દાહોદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના ગરબાડા સહિતના વિસ્તારમાં 72 કલાકનો પ્રવાસ ખેડ્યો હતો. હવે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વિકાસકાર્યોની સમીક્ષા અને જનસંપર્ક માટે મંત્રીમંડળના રાઉન્ડ અંગેની રૂૂપરેખા ઘડાઈ છે. એટલે કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત કુલ 15 મંત્રીઓ આગામી 27, 28 અને 29 નવેમ્બરના રોજ આદિવાસી વિસ્તારોમાં પ્રવાસ ખેડશે.

આ પ્રવાસ દરમિયાન 72 કલાક સરકારના મંત્રીઓ વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં જઈને આદિવાસી વિસ્તારની યોજનાઓ સહિતના સ્થાનિક પ્રશ્નો પર સમીક્ષા કરશે. આ પ્રવાસમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, રીવાબા જાડેજા અને પ્રવીણકુમાર માળી સહિતના મંત્રીઓ જોડાશે.દરેક મંત્રીને ચોક્કસ વિધાનસભા મતવિસ્તાર અને તેમાં સમાવિષ્ટ તાલુકાઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી જમીની સ્તરે કામગીરીનું મૂલ્યાંકન થઈ શકે.

જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત 15 મંત્રીઓ વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરશે જેઓ આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલી યોજનાઓની પ્રગતિ તપાસવી અને લોકોના પ્રશ્નો સાંભળીને તેની સમીક્ષા કરશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી-138 મતવિસ્તાર હેઠળ આવતા ક્વાંટ અને જેતપુર પાવી તાલુકાઓનો પ્રવાસ કરશે. આ ઉપરાંત ડાંગ બેઠક પર કેબિનેટ મંત્રી કનુ દેસાઈ પ્રવાસ કરશે. જ્યારે નવસારી જિલ્લાની વાંસદા બેઠક પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ગણદેવી બેઠક પર રાજ્યમંત્રી ડો. જયરામ ગામીત ઉપસ્થિત રહેશે. તો દાહોદ જિલ્લામાં ફતેપુરા ખાતે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને લીમખેડા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી પ્રવાસ કરશે.

અન્ય જિલ્લાઓમાં અરવલ્લીની ભિલોડા બેઠક પર કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધરમપુર બેઠક પર રાજ્યમંત્રી પૂનમચંદ બરંડાને જવાબદારી અપાઈ છે. જ્યારે તાપીની વ્યારા બેઠક પર રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અને મહીસાગરની સંતરામપુર બેઠક પર રાજ્યમંત્રી ડો. મનીષા વકીલ પ્રવાસ કરશે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં માંડવી મતવિસ્તારમાં સંજયસિંહ મહીડા અને મહુવા બેઠકમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા પ્રવાસ કરશે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પર કૌશિક વેકરીયા અને નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પર રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મંત્રીઓ સ્થાનિક સ્તરે પ્રવાસ કરીને 72 કલાક રોકાણ કરીને સ્થાનિક કામગીરીની સમીક્ષા કરશે. આમ આદિવાસી વિસ્તારોમાં સરકારના મંત્રીઓના આ પ્રવાસથી વહીવટી તંત્રની કામગીરીમાં ગતિ આવવાની અપેક્ષા છે. આદિવાસી સમાજના વિકાસલક્ષી મુદ્દાઓ અને યોજનાકીય લાભો લોકો સુધી અસરકારક રીતે પહોંચે છે કે કેમ તેની સીધી સમીક્ષા આ ત્રણ દિવસીય પ્રવાસમાં મહત્વપૂર્ણ બનશે.
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે, જેમાંથી 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. એટલે કે વિધાનસભાની લગભગ 15 ટકા બેઠકો સીધી આદિવાસી અનામત વર્ગ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત આશરે 55 બેઠકો એવી છે જ્યાં આદિવાસી મતદારોની સંખ્યા ચૂંટણીનાં પરિણામો પર અસર કરી શકે છે. એટલે ભાજપની નજર માત્ર 27 અનામત બેઠકો પૂરતી સીમિત નથી.

2022ની ચૂંટણીનાં પરિણામોએ ભાજપનો વિશ્વાસ વધાર્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 27 જઝ અનામત બેઠકોમાંથી કોંગ્રેસે 17 અને ભાજપે 8 બેઠકો જીતી હતી. જ્યારે 2022ની ચૂંટણીમાં ભાજપે 23 બેઠકો જીતીને આદિવાસી પટ્ટામાં મોટો દેખાવ કર્યો હતો. કોંગ્રેસને માત્ર 3 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી. હવે ભાજપ આ પ્રદર્શન જાળવી રાખવા માગે છે.

રોજગારીના અભાવે આદિવાસી યુવાનો દારૂના ધંધા કરવા મજબુર: રાઠવા
વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, ભારતીય જનતા પક્ષની સરકારનો આદિવાસી પટ્ટીમાં જે પગપેસારો હતો, તે મતદારો હવે કોંગ્રેસ કે અન્ય પક્ષ તરફ જઈ રહ્યા હોવાના એંધાણ ભાજપને મળી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવીને ગયા ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી, મંત્રીઓ અને કાર્યકરોને સૂચના આપી છે કે વિખૂટા પડી રહેલા આદિવાસી વિસ્તારને ફરી સાથે લાવો. તેના જ ભાગરૂૂપે છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી આવીને ગયા અને હવે હર્ષ સંઘવી ’ડેમેજ કંટ્રોલ’ કરવા આવી રહ્યા છે. આજે ભાજપમાં કામ અને ધંધા-રોજગારની બાબતમાં ઉકળતો ચરુ છે. શિક્ષિત આદિવાસી યુવાનોને ધંધો કે રોજગારી મળતી નથી, જેના કારણે કેટલાક યુવાનો અવળા માર્ગે એટલે કે દારૂૂના સ્મગલિંગના ધંધામાં સંડોવાયા છે. એને પાછો વાળવો અમારા માટે પણ મુશ્કેલ છે અમારા સગા-સંબંધી પણ હોઈ શકે. રોજગારી આપી શકતા નથી, જેથી કઈ રીતે એને પાછો વાળવો. અમારા ગામડાના ભગતો અને ભુવાઓ પણ કહે છે કે જ્યારથી ભાજપ શાસનમાં આવ્યું છે ત્યારથી આદિવાસી વિસ્તારમાં દારૂૂનો વેપલો વધ્યો છે. એક તરફ ગુરુ મહારાજો લોકોને ભગત બનાવે છે અને બીજી તરફ રોજગારીના અભાવે યુવાનો આવા ધંધે લાગીને બગડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *