દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રનો વારો કાઢતા મેઘરાજા

સવાર સુધીમાં અંબિકામાં 24, ડોલવાણ-વસોમાં 17, ઉમરપાડામાં 15 ઈંચ, રાજ્યમાં 23 હજારથી વધુનું સ્થળાંતર, 44ને બચાવાયા સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી બપોર સુધીમાં અનરાધાર બેથી સાત ઈંચ,…

સવાર સુધીમાં અંબિકામાં 24, ડોલવાણ-વસોમાં 17, ઉમરપાડામાં 15 ઈંચ, રાજ્યમાં 23 હજારથી વધુનું સ્થળાંતર, 44ને બચાવાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી બપોર સુધીમાં અનરાધાર બેથી સાત ઈંચ, લીંબડી-સુરેન્દ્રનગર વચ્ચે વાહન વ્યવહાર ઠપ, મોરબી જિલ્લામાં પણ મેઘમલ્હાર

ગઈકાલે ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની કૃપા વરસી રહી છે. ગઈકાલે સુરતના અંબિકામાં સૌથી વધુ 24.06 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં 24 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 16 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 13 ઇંચથી વધારે, છ તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી 211 તાલુકામાં વરસાદ થયો છે. આજે સવારથી બપોરે 2 સુધીમાં આઠ કલાકના ગાળામાં અનેક તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે લખતરમાં તો બે કલાકમાં જ ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જ્યારે અમદાવાદમાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ગઇકાલથી મનમૂકીને વરસી રહ્યા છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં 23 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે અને 44 લોકોનું રેસ્કયુ કરાયું હતું. લીંબડી-સુરેન્દ્રનગર વચ્ચે સ્ટેટ હાઈ-વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. મોરબી જિલ્લામાં અનેક તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ નાયકા ડેમમાંથી પાણી છોડાતાં લરખડીયા અને લીલાપુર ગામમાં પાણી ઘુસી ગયા હતાં.

રાજ્ય કટોકટી કાર્યવાહી કેન્દ્ર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધુ 175 મીમી એટલે કે લગભગ 7 ઇંચ વરસાદ પડ્યો છે. વઢવાણમાં 157 મીમી (6.18 ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં 134 મીમી (5.28 ઇંચ) અને હળવદમાં 125 મીમી (4.92 ઇંચ) વરસાદ થયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 114 મીમી, મોરબીના તંકારામાં 108 મીમી અને માલિયામાં 107 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લાના તિલકવાડામાં 104 મીમી વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના મુળી અને ચુડામાં પણ 93 મીમી વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં જસદણમાં 50 મીમી અને રાજકોટ શહેરમાં 48 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય કેટલાક તાલુકાઓમાં હળવો થી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે.

આજે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાકમાં સુરતના અંબિકામાં સૌથી વધુ 24.06 ઇંચ, તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, ખેડાના વસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ, સુરતના ઉમરપાડામાં 14.69 ઇંચ, ખેડાના નડીયાદમાં 13.43 ઇંચ, ભરૂૂચના નેત્રંગમાં 13.03 ઇંચ, વલસાડના ધરમપુરમાં 11.02 ઇંચ, ડાંગના વઘાઈમાં 10.94 ઇંચ, સુરતના માંગરોળમાં 10.71 ઇંચ, આણંદમાં 10.67 ઇંચ, ડાંગના સુબીરમાં 10.24 ઇંચ, આણંદના ખંભાતમાં 10.16 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ખેડાના મહુધામાં 9.72 ઇંચ, આણંદના બોરસદમાં 9.21 ઇંચ, સુરતના અરેઠમાં 9.21 ઇંચ, આણંદના સોજીત્રામાં 9.09 ઇંચ, આણંદના પેટલાદમાં 9.06 ઇંચ, સુરતના ઓલપાડમાં 8.7 ઇંચ, આણંદના તારાપુરમાં 8.7 ઇંચ, નવસારીમાં 8.7 ઇંચ, નવસારીના ખેરગામમાં 8.66 ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 8.58 ઇંચ, સુરતના પલસાણામાં 8.43 ઇંચ, નર્મદાના સાગબારામાં 7.91 ઇંચ, સુરતના બારડોલીમાં 7.87 ઇંચ, ડાંગમાં 7.68 ઇંચ, તાપીના વાલોડમાં 7.32 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 7.20 ઇંચ, નવસારીના જલાલપોરમાં 6.97 ઇંચ, વલસાડમાં 6.81 ઇંચ, ખેડાના માતરમાં 6.73 ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં 6.73 ઇંચ, નર્મદાના નાંદોદમાં 6.54 ઇંચ, સુરતમાં 6.46 ઇંચ, વલસાડના કપરાડામાં 6.3 ઇંચ, ભરૂૂચના વાગરામાં 6.26 ઇંચ, તાપીના વ્યારામાં 6.26 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 6.18 ઇંચ, ભરૂૂચમાં 6.14 ઇંચ નર્મદાના તિલકવાડામાં 6.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ વરસાદને કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની શક્યતા વધી ગઈ છે. સત્તાવાર આંકડા અનુસાર સવારના પહેલા ભાગમાં અને બપોર પહેલાં વરસાદની તીવ્રતા વધુ રહી હતી. રાજ્યના અન્ય જિલ્લાઓમાં મોટા ભાગે હળવો વરસાદ જ નોંધાયો છે.

3 નેશનલ-18 સ્ટેટ હાઈવે સહિત 677 રોડ-રસ્તા બંધ
બીજી તરફ, માર્ગ વાહનવ્યવહાર પર ભારે વરસાદની વ્યાપક અસર પડી છે. રાજ્યભરમાં કુલ 720 રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. જેમાં 3 નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 26 અન્ય માર્ગો અને પંચાયત હસ્તકના 673 રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં સુરક્ષાના ભાગરૂૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાવાર સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ માર્ગો પ્રભાવિત થયા છે. સુરતના 171, નવસારીના 166, વલસાડના 160 અને તાપીના 67 રોડ પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોમાં પણ અમદાવાદના 23, ખેડાના 13, આણંદના 3, વડોદરાના 11, છોટાઉદેપુરના 30 અને સુરેન્દ્રનગરના 15 માર્ગો બંધ થતાં વાહનચાલકો તથા સ્થાનિક પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નર્મદા 75 ટકા ભરાયો, રાજ્યના 22 ડેમ હાઈએલર્ટ -11 વોર્નિંગ પર

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે જળાશયોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં અત્યાર સુધીમાં તેમની કુલ ક્ષમતાના 49.19 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. આ પૈકી 15 ડેમ 100 ટકાથી વધુ ભરાઈને સંપૂર્ણપણે છલકાઈ ગયા છે. આ ઉપરાંત 26 ડેમ 70થી 100 ટકા, 31 ડેમ 50થી 70 ટકા અને 52 ડેમ 25થી 50 ટકા સુધી ભરાયા છે, જ્યારે 82 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી છે. જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 74.46 ટકા જળસંગ્રહ નોંધાયો છે. પાણીની વધતી આવકને પગલે રાજ્યના 22 ડેમ હાઈ એલર્ટ પર, 8 ડેમ એલર્ટ પર અને 11 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

સવારથી બે વાગ્યા સુધીમાં કયા તાલુકામાં કેટલો વરસાદ

તાલુકો ઇંચ
ધ્રાંગધ્રા 7
વઢવાણ 6.5
મોરબી 5.5
હળવદ 5
લખતર 5.5
ટંકારા 4.5
માળીયા 4.5
તીલકવાડા 4
મુળી 4
ચુડા 4

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *