નેધરલેન્ડને હરાવ્યા બાદ ભારતીય હોકી ટીમ પાકિસ્તાન સાથે ટકરાશે

ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ પર રોમાંચક જીતથી ઉત્સાહિત ભારતીય પુરુષ હોકી ટીમ આજે મંગળવારે એફઆઈએચ પ્રો લીગના લંડન તબક્કાની શરૂૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તે…

ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ પર રોમાંચક જીતથી ઉત્સાહિત ભારતીય પુરુષ હોકી ટીમ આજે મંગળવારે એફઆઈએચ પ્રો લીગના લંડન તબક્કાની શરૂૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તે જ લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ભારત અને પાકિસ્તાન 2024માં ચીનના હુલુનબુઇરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પછી પહેલી વાર એકબીજાનો સામનો કરશે. કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલથી ભારતે તે મેચમાં 2-1થી વિજય મેળવ્યો હતો.
ભારતે રોટરડેમમાં તેની ચાર મેચમાંથી બે મેચ જીતી છે. રવિવારે રોટરડેમ લેગની અંતિમ મેચમાં તેઓએ યજમાન અને વિશ્વ નંબર 2 નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું હતું. ભારતે બીજો વિજય (3-1) વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને વિશ્વ નંબર 5 જર્મની સામે મેળવ્યો હતો. અન્ય બે મેચમાં ભારત નેધરલેન્ડ્સ સામે 2-3 અને જર્મની સામે 1-2થી હારી ગયું હતું.

ભારત આગામી ગુરુવારે ઈંગ્લેન્ડનો સામનો કરશે અને પછી શુક્રવારે બીજા તબક્કામાં પાકિસ્તાનનો સામનો કરશે. બે જીત અને બે હાર સાથે ભારતીય ટીમે ટુર્નામેન્ટના યુરોપિયન લેગમાં અત્યાર સુધી હોમ લેગ કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

હરમનપ્રીત, જુગરાજ સિંહ અને રાજિન્દર સિંહ જેવા ખેલાડીઓ સાથે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવવા ભારતની તાકાત રહી છે, પરંતુ ફુલ્ટન તેની ફોરવર્ડ લાઇન પાસેથી વધુ ફિલ્ડ ગોલની અપેક્ષા રાખશે, જેમાં મનદીપ સિંહ અને દિલપ્રીત સિંહ જેવા વરિષ્ઠ ખેલાડીઓનો સમાવેશ થાય છે. મનપ્રીત સિંહ, વાઈસ કેપ્ટન હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદે મિડફિલ્ડમાં સારુ પ્રદર્શન કર્યું છે પરંતુ ડિફેન્સમાં સુધારો કરવાની જરૂૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *