રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે લાંબી ફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં તેણે કહ્યું, આજે મેં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ખૂબ જ સારી અને ફળદાયી ફોન પર વાતચીત કરી. અમે તમામ ઉર્જા અને માળખાગત મુદ્દાઓ પર તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છીએ. અમે સંપૂર્ણ યુદ્ધવિરામ માટે ઝડપથી કામ કરીશું અને આ ભયંકર યુદ્ધનો અંત કરીશું. જો હું રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય શરૂૂ ન થાત!
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, શાંતિ માટેના કરારના ઘણા ઘટકો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં હજારો સૈનિકો માર્યા જવાની હકીકતનો સમાવેશ થાય છે અને રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બંને તેનો અંત જોવા માંગે છે. આ પ્રક્રિયા હવે સંપૂર્ણ રીતે અમલમાં છે અને અમે માનવતાની ખાતર આ કાર્ય પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ!
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે આ વાતચીત મંગળવારે સાંજે 7:30 વાગ્યે શરૂૂ થઈ હતી અને બંને નેતાઓ વચ્ચે 3 કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી. ક્રેમલિને કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 30 દિવસ માટે યુક્રેનના ઉર્જા લક્ષ્યો પર હુમલા રોકવા માટે સંમત થયા છે, ક્રેમલિને જણાવ્યું હતું.
જો કે, રશિયન પક્ષે કેટલાક મુખ્ય પાસાઓની રૂૂપરેખા આપી હતી જેમાં સમગ્ર મોરચે યુદ્ધવિરામને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે નક્કર નિયંત્રણની ખાતરી કરવી, યુક્રેનમાં બળજબરીપૂર્વક લશ્કરી ભરતી અટકાવવી, યુક્રેનિયન સશસ્ત્ર દળોના પુન:શસ્ત્રીકરણને રોકવા માટે જરૂરી પગલા સામેલ છે.