અભિષેક શર્માની આંધીમાં અફઘાનિસ્તાન વેરવિખેર, ભારતે 3-0થી કર્યો વ્હાઇટવોશ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ગુરુવારે (17 સપ્ટેમ્બર) રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે 3-0 થી શ્રેણી જીતી…

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ગુરુવારે (17 સપ્ટેમ્બર) રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે 3-0 થી શ્રેણી જીતી લીધી. ભારત તરફથી અભિષેક શર્મા, સંજુ સેમસન અને નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 221 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા અફઘાનિસ્તાન 14.1 ઓવરમાં 94 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ ઇનિંગ્સ રમી 34 બોલમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 108 રન બનાવ્યા. તેણે માત્ર 30 બોલમાં પોતાની સદી પૂરી કરી જે ફૂલ મેમ્મર (FM)ટીમ માટે સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. સંજુએ 50 રન પણ બનાવ્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે 142 રનની ઓપનિંગ ભાગીદારી (59 બોલ) કરીને ટીમને મજબૂત બનાવી. ટીમની પહેલી વિકેટ અભિષેક શર્માના રૂૂપમાં પડી ત્યારબાદ રન રેટ ધીમો પડી ગયો.

બીજી ઇનિંગમાં ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ વિકેટ લીધી હતી. એક જ ઓવરમાં ત્રણ વિકેટ લીધી. રવિ બિશ્નોઈએ પણ ત્રણ વિકેટ લીધી. અક્ષર પટેલે બે વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને યશ ઠાકુરે એક-એક વિકેટ લીધી.

ઈબ્રાહિમ ઝદરાનના નેતૃત્વ હેઠળના અફઘાનિસ્તાનને મોટા સ્કોરનો સામનો કરવો પડ્યો. શરૂૂઆતથી જ દબાણ સ્પષ્ટ હતું. પહેલી વિકેટ 31 રન પર ગુરબાઝના રૂૂપમાં પડી ગઈ જેણે 15 રન બનાવ્યા. ત્યારબાદ ટીમ પત્તાના મહેલની જેમ પડી ગઈ. ટીમે તેની બીજી વિકેટ 33 રન પર, ત્રીજી 39 રન પર, ચોથી 47 રન પર, પાંચમી 70 રન પર, છઠ્ઠી 81 રન પર, સાતમી 82 રન પર, આઠમી 82 રન પર, નવમી 89 રન પર અને દસમી 94 રન પર ગુમાવી. ઝદરાને સૌથી વધુ 25 રન બનાવ્યા.

અન્ય કોઈ બેટ્સમેન 20 સુધી પહોંચી શક્યો નહીં. ટીમના સાત બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ટી20 સીરીઝ 3-0 થી જીતી લીધી હતી. અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડીએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20I માં બોલરોની જોરદાર ધોલાઈ કરી પાવરપ્લેમાં પોતાની ટીમની સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. ત્યારબાદ અભિષેકે પોતાની સદી પૂર્ણ કરી ફક્ત 10મી ઓવરમાં 108 રન બનાવીને આઉટ થઈ ગયો. બંનેએ પ્રથમ વિકેટ માટે ઐતિહાસિક 142 રનની ભાગીદારી કરી.

ઓમ નમ: શિવાયના જાપ સાથે અભિષેકની ઉજવણી
લેફ્ટ-હેન્ડ ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા (108 રન, 34 બોલ, 45 મિનિટ, અગિયાર છગ્ગા, નવ ચોગ્ગા)એ ગુરુવારે અહીં અફઘાનિસ્તાન સામે સિરીઝની છેલ્લી ટી-20માં અસલી તાકાત બતાવીને ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ કર્યો હતો અને અપ્રતિમ સિદ્ધિ મેળવ્યા પછી તે ક્રીઝની નજીક જ બેસી ગયો હતો અને ‘ઓમ નમ: શિવાય’ના અંદાજમાં અસંખ્ય ચાહકોના દિલ જીતી લીધા હતા. અભિષેક ની સેન્ચુરી કરતાં તેણે જે અંદાજમાં સેલિબ્રેશન કર્યું એની અત્યારે વધુ ચર્ચા છે. તે સદી પૂરી કરીને પલાઠી વાળીને બેસી ગયો હતો અને ધ્યાન (યોગ)ની મુદ્રામાં આવી ગયો હતો. તેનો આ ‘ઓમ નમ: શિવાય’નો અંદાજ સોશ્યલ મીડિયા પર જોત જોતામાં વાઇરલ થઈ ગયો હતો. એક ચાહકે પ્રતિક્રિયામાં લખ્યું, ‘અભિષેકે જેટલા આક્રમક મૂડમાં સેન્ચુરી ફટકારી એટલા જ શાંત અને ભક્તિભાવ સાથે સદીનું જે જશન મનાવ્યું એ લાજવાબ હતું.’

T-20માં 9000 રન પૂર્ણ કરી સંજુ રોહિત-વિરાટની એલીટ ક્લબમાં સામેલ

અફઘાનિસ્તાન સામે રમાયેલી રોમાંચક ટી-20 શ્રેણીમાં આ વિકેટકીપર-બેટ્સમેને પોતાના બેટની તાકાતથી ફરી એકવાર દુનિયાને બતાવી દીધું કે તે શા માટે અલગ પડે છે. માત્ર વિજય જ નહીં, પરંતુ આ મેચમાં સંજુએ એક એવી અંગત સિદ્ધિ હાંસલ કરી છે જેણે તેને સીધો રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની પંક્તિમાં બેસાડી દીધો છે. મેદાન પર ઉતરતી જ સંજુએ વિરોધી બોલરો પર કોઈ જ દયા દાખવી નહોતી. ક્રિકેટના રણમેદાનમાં તે પોતાના જ અંદાજમાં રમ્યો હતો. માત્ર 22 બોલનો સામનો કરીને તેણે 57 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી20 મેચ પહેલાં, સેમસને ટી20 ક્રિકેટમાં 8,977 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં 9,000 રનનો સીમાચિહ્નરૂૂપ આંકડો પાર કરવા માટે તેને 23 રનની જરૂૂર હતી. આ 23 રન બનાવવાની સાથે જ સંજુએ તેની ટી20 કારકિર્દીમાં 9,000 રનનો આંકડો હાંસલ કર્યો. આ સિદ્ધિ મેળવનાર તે માત્ર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે; અગાઉ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. આ શાનદાર પ્રદર્શનની સાથે જ સંજુ સેમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના રેકોર્ડ બુકમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. ભારત માટે ઓપનિંગ કે ટોપ ઓર્ડરમાં રમીને વિરોધીઓ પર પ્રભુત્વ જમાવનાર ખેલાડીઓની જે ખાસ યાદી (એલીટ લિસ્ટ) અગાઉ માત્ર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોના નામે બોલાતી હતી, હવે તેમાં સંજુ સેમસનનું નામ પણ જોડાઈ ગયું છે. આ સિદ્ધિ મેળવવી કોઈપણ ખેલાડી માટે ગર્વની વાત ગણાય છે.

T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલી – 14218
રોહિત શર્મા – 12531
શિખર ધવન – 9797
સૂર્યકુમાર યાદવ – 9729
સંજુ સેમસન – 9027

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *