ફૂડ વિભાગે 19 એકમોમાં ચકાસણી કરી 7 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટિસ ફટકારી
મનપાના ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં ખાદ્યપર્દાથના નમૂના લેવાની કામગીરી દરમિયાન લેવામાં આવેલ નમૂનાનો લેબ રીપોર્ટ આજ રોજ આવતા 2 શુધ્ધ ઘીના અને 2 પનીર સહિતના ચાર નમૂના ફેઇલ થયા છે. ઘીમાં વેજીટેબલ તેલની મીલાવટ અને પનીરમાં રીડીન્ગ ધારાધોરણ કરતા વધુ હોવાનુ ખુલતા ચારેય નમૂના અંતર્ગત એજ્યુડિકેશન કાર્યવાહીમાં ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તેમજ ખાણીપીણીના 19 ધંધાર્થીઓને ચકાસણી હાથ ધરી 15 નમૂનાની સ્થળ ઉપર લેબ તપાસ હાથ ધરી સાત ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના હરિધવા મેઇન રોડ -કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 07 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
ફૂડ ભિાવગ દ્વારા આજરોજ (01)રધુવંશી ખમણ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રી બાપા સિતારામ સ્વીટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)પટેલ વડાપાઉં- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)સપના ડ્રાયફ્રૂટ ગોલા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)નઝર લાઈવ ચીકી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)બાલાજી સેલ્સ એજન્સી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શ્રી જય મંદિર કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (08)પારસ પ્રોવિઝન સ્ટોર (09)વરીયા ફરસાણ (10)રાજકોટ ડેરી પાર્લર (11)જય શક્તિ દાળ પકવાન (12)શ્રી સીતારામ વિજય આઇસ્ક્રીમ (13)પટેલ બેકરી શોપ (14)પટેલ ફેમિલી રેસ્ટોરેન્ટ (15)નવરંગ ડેરી ફાર્મ (16)સપના સોડા (17)શ્રીલક્ષ્મી ફરસાણ (18)બરસાના ડેરી ફાર્મ (19)જય શક્તિ ચાઇનીઝ પંજાબી ની ચકાસણી કરવામાં આવેલ હતી.
