રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધાયમની શાળાઓ કાર્યરત છે. તેમાં એસએનકે ગૃપના જે.એચ.પી. ફાઉન્ડેશનનાં સહયોગથી મધ્યમ વર્ગના બાળકોને ઉમદા, શ્રેષ્ઠ કવોલિટી યુકત શિક્ષણ મળી રહ્યું છે. આ શાળામાં કોઈપણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. તેમજ પાઠય પુસ્તકો, ગણવેશ, શિષ્પવૃતિ પણ છાત્રોને અપાય છે.
ત્રણ શાળાઓ (1) કવિશ્રી નર્મદ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, 3/9 ગાયત્રીનગર, બોલબાલા માર્ગ (2) શ્રી રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, સાધુ વાસવાણી માર્ગ તથા (3) ડો.હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, દુધસાગર માર્ગ પર આવેલ છે. તેમાં પ્રવેશ માટે જે બાળકોના માતા પિતા મારફત શાળામાં ફોર્મ જમા કરવામાં આવેલ છે. તે તમામ છાત્રોને પારદર્શક ડ્રો પધ્ધતિથી પ્રવેશ આપવા માટે તા.7-6-2025, શનિવારના રોજ સવારે 9.30 કલાકે પ્રમુખ સ્વામી મહારાજ ઓડીટોરીયમ મેઈન હોલ, રૈયા રોડ, ખાતે રાખવામાં આવેલ છે. જેમાં બાળકોના માતા-પિતા અવશ્ય હાજર રહે તેમ શિક્ષણ સમિનિા ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવિણકુમાર નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવેલ.
