જામનગર મનપામાં વહીવટદારે ચાર્જ સંભાળ્યો

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક જૂથના નેતા અને વિરોધ પક્ષના નેતા સહિતના વાહનો ગ્રાઉન્ડ કરાયા ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મુદત ગઈકાલે પૂર્ણ થઈ હોવાથી…

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક જૂથના નેતા અને વિરોધ પક્ષના નેતા સહિતના વાહનો ગ્રાઉન્ડ કરાયા

ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મુદત ગઈકાલે પૂર્ણ થઈ હોવાથી ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વહીવટદારનું શાસન લાગુ પડી ગયું છે, અને રાજ્ય સરકાર તરફથી નિમાયેલા આરતી કંવર વહીવટદાર તરીકે નો ચાર્જ સંભાળી રહ્યા છે.

મહાનગરપાલિકાની મેયરની ચેમ્બર ડેપ્યુટી મેયરની ચેમ્બર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાશક જૂથ ના નેતા, દંડક અને વીપક્ષના નેતા સહિતના તમામ પદાધિકારીઓની ચેમ્બરની બહારથી નેઇમ પ્લેટને દૂર કરી લેવામાં આવી છે, અને હવે એક પણ હોદ્દેદાર પોતાની ચેર પર બેસીને વહીવટ કરી શકશે નહીં. આ ઉપરાંત મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક જૂથના નેતા, અને વિરોધ પક્ષના નેતા વગેરે ના કુલ પાંચ સરકારી વાહનો કે જેને ગ્રાઉન્ડ કરી દેવાયા છે, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે. વહીવટદાર આરતી કંવર દ્વારા જામનગરના મેયર ની ચેમ્બરમાં આગળની કાર્યવાહી ચલાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *