ગુજરાતના પૂર્વ ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થતા ડો કે.એલ.એન. રાવને વઘારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારે હાલ BSF ના ADG શમશેરસિંહને ગુજરાત બોલાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ આદેશ બાદ અનેક તર્ક વિતર્કો શરૂૂ થઇ ગયા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત કેડર (1991 બેચ)ના IPS અધિકારી શમશેર સિંહને (BSF )માંથી તાત્કાલિક રીતે તેમના મૂળ કેડર ગુજરાતમાં પરત મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે હવે IPS અધિકારી શમશેર સિંહને ગુજરાતના નવા ડીજીપી બનાવવામાં આવી શકે છે.
ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં 31મી ડિસેમ્બર, નિવૃત્ત થયા હતા. ત્યારે ડો કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો છે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત હતા. ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે તેમજ નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે ત્યારે તેમણે ગુજરાત રાજ્યના ઉૠઙનો વધારાનો હવાલો તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, DGP વિકાસ સહાય નિવૃત્ત થતાં તેમની જગ્યાએ ડો.કે.એન.એલ.રાવને DGP બનાવવાના બદલે માત્ર ચાર્જ સોંપવામાં આવ્યો ત્યારથી અન્ય કોઈ સિનિયર IPS અધિકારીને ઉઈંૠ બનાવવામાં આવે તેવી અટકળો થઈ રહી છે.
