દિવાળીના તહેવારને આડે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારો ઉપર નાગરિકોની સુરક્ષા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર ખડેપગે ફરજ ઉપર તૈનાત રહેશે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સર્વિસ સાથે પાંચ મેડીકલ ઓફિસર તેમજ દરેક વિભાગના તજજ્ઞ તબીબ સાથે નર્સિંગ અને વધારાના મેડીકલ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. દિવાળીના તહેવારો ઉપર જ્યારે બધા લોકો રજાઓ માણતા હશે ત્યારે ઇમરજન્સી સેવા દરરોજ કરતા વધુ ડ્યુટી નિભાવશે.
દિવાળીમાં ફટાકડાથી દાઝી જવાના કેસ વધુ હોવાથી તેને લગતી દવાઓ તેમજ ડ્રેસિંગના સામાનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી લેવામાં આવ્યા છે અને સ્કીન કેર વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. દિવાળીમાં ફટાકડાથી દાઝી જવાના કેસ વધુ હોવાથી પ્લાસ્ટિક સર્જન સહિતના તજજ્ઞ તબીબોની ટીમ સાથે વધારાના બેડની સુવિધા ઉભી કરાઈ છે તેમજ તેને લગતી દવાઓ તેમજ ડ્રેસિંગના સામાનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી લેવામાં આવ્યા છે. જો તહેવારમાં બીમાર પડ્યા તો ક્યાં જઇશું ? પણ હવે લોકોએ ચિંતા કરવાની જરૂૂર નથી.
એક તરફ દિવાળીના તહેવાર ઉપર જયારે ખાનગી હોસ્પિટલમાં ભલે રજા પડી હોય પંરતુ સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધા નિયત ક્રમ મુજબ ચાલુ રહેવાની છે.
જેથી લોકો સમયસર સારવાર મેળવી શકશે રાજકોટની સિવિલ હોસ્પિટલ એટલે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને દિવાળીનો તહેવાર શરૂૂ થતા રજાના માહોલમાં અન્ય ખાનગી હોસ્પિટલો બંધ હોય ત્યારે સિવિલ હોસ્પિટલ 24 કલાક ચાલુ રહેશે સિવિલ હોસ્પિટલ દ્વારા દિવાળીના તહેવારોને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દિવાળી તહેવાર ઉપર સામાન્ય દિવસો કરતા વધુ દર્દીઓ આવતા હોય જેને લઇ તબીબી અધિક્ષક ડો.કમલ ડોડીયા અને આરએમઓ ડો.દુસરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાત મિરર સાથેની વાતચીતમાં ડો.દુસરાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં સામાન્ય દિવસો કરતા વધુ દર્દીઓ આવે છે. ત્યારે ઓપીડી સેવા બંધ રહેશે જોકે ઈમરજન્સી સેવા 24 કલાક ચાલુ રહેશે દિવાળીના તહેવારોમાં પાંચ દિવસ સુધી ખાનગી હોસ્પિટલ બંધ રહેતી હોય જેથી ઇન્ડોર દર્દીઓ ની સંખ્યા વધુ હોય અને ખાસ કરીને દાઝી જવાના બનાવો વધુ બને છે જેથી બન્સ માટે વધારાના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળીમાં બર્ન્સના કેસ વધુ આવતા હોવાથી સ્કિન વિભાગ પર સૌથી વધુ જવાબદારી આવશે તેમજ બન્સ વોર્ડના વડા સાથે પ્લાસ્ટિક સર્જન અને જનરલ સર્જન સાથે દરેક વોર્ડના વડા અને તબીબોને ફરજ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
દિવાળીના તહેવારો ઉપર તબીબો અને નર્સિંગ સ્ટાફની રજા રદ કરવામાં આવી સ્ટેન્ડ બાય રહેવા સુચના આપવામાં આવી છે. સામાન્ય દિવસો કરતા વધારાનો 20 ટકા સ્ટાફ તેમજ દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, વોર્ડ ઈન્ચાર્જ સહિતના સ્ટાફને દર્દીઓની સેવા કરવા માટે ફરજ પર હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે, તહેવારો ઉપર કોઈ પણ મુશ્કેલી સર્જાય તો સિવિલ હોસ્પિટલ તમામ રીતે તૈયાર રહેશે,
આ સાથે જ ઇમરજન્સી વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઇમરજન્સી વોર્ડમાં પાંચ મેડિકલ ઓફિસર, દરેક વિભાગના તજજ્ઞ તબીબ સાથે નર્સિંગ સ્ટાફ સહિતનો સ્ટાફ 24*7 ડ્યુટી નીભાજવશે અને દર્દીઓની સેવા કરશે. એટલે હોસ્પિટલનો સ્ટાફ દિવાળી પણ ઉજવશે અને દર્દીઓની સેવા પણ કરશે.સિવિલ હોસ્પિટલમાં દિવાળી,બેસતા વર્ષ અને ભાઈબીજ ઉપર ઈમર્જન્સીમાં વધારાના તબીબો ખડેપગે રહેશે.
