તહેવારો ઉપર રાજકોટથી દિલ્હી અને મુંબઇની વધારાની ફલાઇટ શરૂ કરાઇ

રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી 1 સપ્ટેમ્બરથી એરઇન્ડિયાની દિલ્હી અને મુબઈની ફ્લાઈટ ઉડાન ભરશે જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળીના તહેવારોમાં હવાઈયાત્રામાં ભારે ધસારાને ધ્યાને રાખીને એર ઇન્ડિયા…

રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી 1 સપ્ટેમ્બરથી એરઇન્ડિયાની દિલ્હી અને મુબઈની ફ્લાઈટ ઉડાન ભરશે જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળીના તહેવારોમાં હવાઈયાત્રામાં ભારે ધસારાને ધ્યાને રાખીને એર ઇન્ડિયા દ્વારા રાજકોટ હીરાસર એરપોર્ટથી વધુ 2 ફ્લાઇટનું નવું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 1લી સપ્ટેમ્બરથી એર ઇન્ડિયાની સવારે 10 કલાકે દિલ્હી અને સાંજે 6.00 કલાકે મુંબઈની ફ્લાઇટ ફરીથી ઉડાન ભરશે.

વિગતવાર માહિતી મુજબ, 1લી સપ્ટેમ્બરથી સવારે દિલ્હી-રાજકોટ-દિલ્હી અને સાંજે મુંબઈ-રાજકોટ-મુંબઈ ફ્લાઇટ શરૂૂ થવા જઈ રહી છે. ગત 29મી માર્ચ-2026થી રાજકોટથી એર ઇન્ડિયાની કુલ 4 ફ્લાઇટ ઉડતી હતી. જોકે, એરક્રાફ્ટની શોર્ટેજ અને ટ્રાફિક ઘટતા ગત 2 જૂનથી સવારની દિલ્હી અને સાંજની મુંબઈ ફ્લાઇટ બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે તહેવારોને ધ્યાનમાં લઇ હવાઈ મુસાફરીની વધતી માગને જોતા આ બંને બંધ કરેલી ફ્લાઇટો પુન: શરૂૂ કરવાનો નિર્ણય એર ઇન્ડિયાએ લીધો છે.

હાલમાં એર ઇન્ડિયા રાજકોટથી ડેઇલી 2 ફ્લાઇટ ઓપરેટ કરે છે, જેમાં સવારે મુંબઈ અને સાંજે દિલ્હી ફ્લાઇટ સામેલ છે. 1લી સપ્ટેમ્બરથી સવારે દિલ્હી-મુંબઈ 1-1 અને સાંજે દિલ્હી-મુંબઈ 1-1 મળીને એર ઇન્ડિયાની કુલ 4 ડેઇલી ફ્લાઇટ રાજકોટ રાજકોટથી વધારાની ફ્લાઇટ્સ શરૂૂ થવાથી હવે સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ સુધી નહીં જવું પડે, દિલ્હી અને મુંબઈની સ્વર અને સાંજની ફ્લાઇટ મળવાથી વિદેશ જતા સૌરાષ્ટ્રવાસીઓને હવે કનેક્ટિંગ ફ્લાઇટ માટે અમદાવાદ એરપોર્ટ સુધી દોડવું નહીં પડે. તેમજ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સવારે દિલ્હી કે મુંબઈ જઈ પોતાનું કામ પતાવીને તે જ દિવસે સાંજે રાજકોટ પરત ફરી શકશે, ઉપરાંત જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળીમાં અચાનક ટ્રાફિક વધતા એરલાઇન્સના ભાડામાં વધારો કરી દેવામાં આવતો હતો હવે ફ્લાઇટની સંખ્યા વધવાથી સીટોની ઉપલબ્ધતા વધશે અને વિમાન ભાડાં નિયંત્રણમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *